SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ નિયાગાષ્ટકમ્ ૯૩ ક્ષય થાય છે. પણ તેથી વિરુદ્ધ આચરણથી તા કદાપિ થઈ શકે નહિ'. સ્વ સ્વ અધિકાર મુજબ કરેલી કરણી સુખદાયી નિવડે છે. સાધુ સાધુ ચૈગ્ય અને ગૃહસ્થ ગૃહસ્થ ચેોગ્ય કરણી કરતાં સુખી થાય છે, પણ સાધુ પેતે ગૃહસ્થ ચૈાગ્ય અને ગૃહસ્થ પતે સાધુ ચાગ્ય કરણી કરવા જતાં ઉલટા અનર્થ પામે છે. પુત્રેષ્ટિનીપેરે ( પુત્ર માટે કરવામાં આવતા યજ્ઞ વિશેષ “ પુત્રેષ્ટિ કહેવાય છે, તેનીપરે) અધિકાર વિરુદ્ધ અને નિર્દોષ શાસ્ત્ર વિ. સ્ત્ય આચરણથી અનથજ સંભવે છે. એમ સમજીને સુનિપુણ્ જના પાપયુક્ત યજ્ઞાથી સદંતર દુર રહે છે, અને પવિત્ર એવી ધર્મકરણી પણ પવિત્ર ઉદ્દેશથી કરે છે. "" ૬. બ્રહ્માર્પણ કરવુ એનેજ જો જ્ઞાન યજ્ઞનું ખરેખરૂ' સાધન કહેવામાં આવે તે તેથી પણ સ્વકૃતત્વ-અહંકાર એટલે પાતે કર્યાપણાના ગર્વ ગાલી નાંખી જ્ઞાનાગ્નિમાં કર્મનાજ હામ કરવા ઘટે છે. પ્રથમ અહંકારના હામ કરતાં કર્મનાજ હામ ક. રવા ઢરેછે. માટેજ પાપયુકત કર્મ-યજ્ઞ કરવાના કદાગ્રહ તજી ગૃહરથાએ તેમજ સાધુઆએ ઉપરની યુક્રિતયુકત વાત વિવેકથી વિચારી સ્વ સ્વઉચિત સદાચાર સેવવેા જ ચેાગ્ય છે. ૭–૮. આત્મસમર્પણ કરનાર, તત્ત્વદર્શી, તત્ત્વસાધક, તત્ત્વજ્ઞાનવ અજ્ઞાનના ઉચ્છેદ કરનાર, શુદ્ધ બ્રહ્મચર્ય સેવનાર, તત્ત્વચ્છભ્યાસમાં રત રહેનાર, અને સ્વરૂપમાંજ રમણુ કરનાર એવા નિશ્ચિત યાગ સ’પન્ન સાધુ કદાપિ પાપકર્મથી લેપાતા નથી, નિર્લેપ રહેવા ઇચ્છનાર સાધુએ અનંતરાત લક્ષણુ ધારવાં જોઈયે. બાકી તેા અહંતા, મમતા, અજ્ઞાન, અવિવેકાચરણ, અને સ્વાર્થ અંધતાદિક સર્વે અપલક્ષણા તા કેવળ દુર્ગતિનાં જ કારક છે, માટે એ સર્વથી અલગા થઇ સ્વહિત સાધવું ઘટે છે.
SR No.023521
Book TitleJain Hitopadesh
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherJain Shreyaskar Mandal
Publication Year1909
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy