SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન હિતોપદેશ ભાગ ૩ જો વ્યાધિ અને ઉપાધિ જન્ય અનેક કષ્ટ રૂપી પર્વતેથી જેની વાટ વિષમ છે. આવી વિષમ સ્થિતિમાં જીવને પરિભ્રમણ કરવું પડે છે, છતાં અજ્ઞાન વશવત છે તેથી ઉદ્વિગ્ન (વિરક્ત) થતા નથી. ૨. વળી જેમાં તૃષ્ણારૂપી તેફાની પવનથી ભરેલા કેધાદિ કષારૂપી ચાર મોટા પાતાલ કલશા વિવિધ વિકલ્પરૂપી વેલાની વૃદ્ધિ કરે છે, સંસારી જીવ તૃષ્ણ તરંગમાં તણાતા કષાયને વશપ ચિતમાં સંકલ્પ વિકલ્પને પેદા કરી પરમ દુઃખના ભાગી થાય છે, છતાં અજ્ઞાનના જોરથી વિષય તૃષ્ણને તજી તેઓ લિષ્ટ કષાયને છતી સુખ સમાધિ સાધવા અલ્પ પણ પ્રયત્ન સેવી શકતા નથી. એવા અજ્ઞાની છે આપ મતિથી અવળા ચાલી દુઃખ દાવાનલમાં સ્વયં પચાય તેમાં આશ્ચર્ય શું? ૩. વળી જેમાં કામ–અગ્નિરૂપી વડવાનલ બલી રહ્યા છે, જે સ્નેહરૂપી ઈંધનથી સદા જાજવલ્યમાન રહે છે, અને ભયંકર રેગ શોકાદિ મરછ કચ્છ પોથી જે ચિતરફ વ્યાપ્ત દીસે છે. છતાં અવિવેકી છે તેમાં જ રતિ ધારણ કરી ઝંપલાય છે પણ પ્રત્યક્ષ દુઃખરાશિથી મુક્ત થવા પ્રયત્ન કરતા નથી. આવા વિવેક શૂન્ય સંસારીની વારંવાર વિડંબના થયા કરે છે. ૪. વળી દુબુદ્ધિ, મત્સર, અને દેહરૂપી વિજલી, વટેલીયા અને ગુજારવ વડે જેમાં ભ્રમણ કરનારા કે વિવિધ ઉત્પાતના સંકટમાં આવી પડે છે છતાં જડ-યાત્રા (પુદ્ગલ-પ્રેમ) નેતાજી તન્મયપણે તીર્થ-યાત્રાદિક ધર્મકરણ કરતા નથીઆવા પગલાની અને પરાધીનપણે અનેક આપદાઓ વેઠવી પડે છે. એમ સમજીને આત્મકલ્યાણ સાધવાને સમયજ્ઞ પુરૂષ શું કરે છે તે શાસ્ત્રકાર પોતેજ જણાવે છે.
SR No.023521
Book TitleJain Hitopadesh
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherJain Shreyaskar Mandal
Publication Year1909
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy