SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવના રસાયણ મુક્તિના જમ્યા પછી તરત જ ખાવા-પીવાની ચિંતાની ગડ મથલમાં વ્યગ્ર બને છે, પછી પરણવાની, કપડાં–લતાની, ઘરબારની, ઘરેણુ–ગાંઠાની ચિંતાથી વ્યાકુલ બને છે, પછી બાલ-બરચાં પાળવાની ધમાલમાં તેમજ વિવિધ ઈન્દ્રિયોના પદાર્થો મેળવવાની ધાંધલિયા પ્રવૃત્તિમાં જીવન ગુમાવી દે છે. આમ જગતના પ્રાણીઓ ક્ષણવાર પણ જીવનની સાચી શાંતિનો અનુભવ કરી શકતા નથી. संसारनी विषमता- | ( શિખરિણી છંદ) उपायानां लक्षैः कथमपि समासाद्य विमवम् , મવાસવાણારત્ર પુમિતિ નિવદનાત હૃદય ! अथाकस्मादस्मिन् विकिरति रजः करहृदयोरिपुर्वा रोगो वा भयमुत जरा मृत्युस्थवा ॥ ३० ॥ જગતના પદાર્થોને વિવિધ આયાસપૂર્ણ અનેક પ્રયત્નોના બલે યથાકથંચિત્ મેળવી અનાદિકાલીન અસત્-વાસનાના બલે તે પદાર્થોને શાશ્વત-સ્થાયી માનવાની ભ્રામક કલ્પના જયાં મૂઢ પ્રાણીઓ કરે છે. ત્યાં તે અકસ્માત્ તેના ઉપભોગમાં અંતરાયસ્વરૂપે દુમિનરૂપ, રોગ, જરા, મૃત્યુ અગર બીજા કેઈ એવા વિષમ ભયની ઉપસ્થિતિ થાય છે કે, જેથી મેળવેલા પદાર્થોથી અલ્પ પણ શાંતિ અનુભવવાને અવતાર હસ્તગત થતા નથી !
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy