SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ 02600C03080000600&000 છે. ૨૦ સાધુએ સહવાના રર પરિષહ છે @ @ @ @ @ – © @@@@@@ પ્ર. પરિષહ શા માટે સાધુએ સહન કરવા જોઈએ ? જ. સંયમ–માર્ગ માંથી આપણે આત્મા ડગે નહિ અને કર્મની નિર્જરા થાય માટે પરિષહે સાધુએ સહન કરવાના છે. ૧. સુધા–પરિષહ–ગમે તેવી ભૂખ લાગે તે પણ દેષિત-આહારની ઈચ્છા ન કરતાં સમતાભાવે ભૂખ સહન કરવી તે. ૨. પિપાસા-પરિષહ–ગમે તેવી તરસ લાગે તે પણ કાચા-પાણીની ઇચ્છા ન કરતાં સમતાભાવે તૃષ્ણાની પીડા સહન કરવી તે. ૩. શીત–પરિષહ – ગમે તેવી ઠંડી લાગે તે પણ - અગ્નિ વગેરેની ઈરછા ન કરવી પણ સમતાભાવે સહન કરવી તે. ૪. ઉષ્ણુ પરિષહ–ગમે તેવી ગરમી પડે તે પણ પંખાની કે નહાવાની ઈચ્છા ન કરવી, પણ તેને સમતા-ભાવે સહન કરવી તે. ૫. દશમરાક-પરિષહ – ઉપાશ્રય વગેરે વસતિમાં મચ્છર, માંકડ વગેરે હોય અને કરડે તો પણ તેને ઉડાવવા નહિં પણ તેના ડંશ સમતાભાવે સહન કરવા તે,
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy