SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ ] દેવદર્શન તેથી સર્વથા અપરાકૃષ્ટ–અસ્પૃષ્ઠ પુરૂષ વિશેષ છે અને તે ઈશ્વર, પરમાત્મા, પારગત, સુગત અને અહન આદિ ભિન્ન ભિન્ન નામથી સંબોધાય છે. દેવનું સ્વરૂપ સ્પષ્ટ સમજવા માટે શાસ્ત્રકારોએ તેના સંક્ષેપમાં પાંચ ભેદ પાડી બતાવ્યા છે. નરેદેવ, દ્રવ્યદેવ, ભાવેદેવ, ધર્મદેવ અને દેવદેવ-દેવાધિદેવ–એ પાંચે પ્રકારના દેવમાં વધતા ઓછા અંશે સ્તવનીયપણું, કીડનશીલપણું અને દીપ્તિમાનપણું વિગેરે રહેલું છે. કિન્તુ સ્તવનીયપણ આદિને પ્રકર્ષ–સવીશ સ્તવનીયપણું વિગેરે તે અંતિમ દેવાધિદેવમાં જ ઘટે છે. બલદેવ, વાસુદેવ, ચક્રવતી, રાજામહારાજા અને મહર્થિક આદિનરદેવ ગણાય છે. તેમની દીપ્તિ, કાતિ અને ઐશ્વર્ય આદિ અન્ય મનુષ્ય કરતાં ચઢીયાતાં હોય છે. તેથી તેઓ અન્ય મનુષ્યો વડે સ્તવાય છે પૂજાય છે અને બહુમાનાદિ પામે છે. દ્રવ્યદેવ તે છે કે જેઓ વર્તમાનમાં દેવ નથી, પણ ભવિષ્યમાં દેવ થનારા છે, દેવગતિમાં જવાને ગ્ય કર્મ જેમણે ઉપાર્જન કર્યું છે એવા સમ્યગદષ્ટિ, દેશવિરતિધર, સવિરતિધર અને બીજા પણ સદાચરણ મનુષ્ય અને તિ આદિદ્રવ્યદેવ છે. તેમાં પણ વર્તમાનકાળે તેમજ આગામીકાળે સ્તવનીયપણું આદિ ઘટે છે. ભાદેવ તે દેવગતિને પ્રાપ્ત થયેલા ભવનપતિ, વ્યંતર, તિષ્ક અને વૈમાનિક નિકાયમાં ઉત્પન્ન થયેલા છે છે. તેઓ દેવગતિના અનુપમ સુખને ભેગવટો કરી રહ્યા છે તેથી તેમનામાં દેવત્વ–સ્વામિત્વ-ઈશ્વરત્વ વિગેરે પ્રગટપણે રહેલું જ છે. ધર્મદેવ–સુસાધુઓ અને ગુરૂજને છે. જેઓ વર્તમાનકાળે
SR No.023518
Book TitleDevdarshanadi Dharm Karni
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherChimanlal Mohanlal Zaveri
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy