SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૦ : જ્ઞાન પ્રદીપ વિરોધ કરે તે તેને જનતામાં હલકે પાડવા પ્રયત્ન કરનાર પામર પ્રાણી છે. ૨૦૧. પિતાના પુન્યબળથી યશ તથા સંપત્તિ મેળવી સુખે જીવનારને પિતાને આશ્રિત બનાવી પિતાની સત્તા નીચે રાખવા ઉદ્યમ કરવાથી પણ જે ફાવી ન શકે તે જનતામાં તેના છતા અછતા દોષ ગાઈને તેના પ્રત્યેને જનતાને પ્રેમ ઓછો કરવા કપટ કેળવનાર અધમતાને પરમ ઉપાસક છે. ૨૦૨. પિતાના હૃદયને દૂષિત તથા અવગુણુ બનાવ્યા સિવાય બીજાના દોષે અને અવગુણ કહી શકાતા જ નથી. ૨૦૩. જગતના જીવેને સુખે જીવતા જોઈને દુઃખી થનાર પ્રભુને પૂર્ણ અપરાધી છે. ૨૪. ધન, બળ, અશ્વર્ય, રૂપ અને વિદ્યા આદિના અભિમાનથી મત્ત બનીને બીજાની અવગણના, તિરસ્કાર કરનારને આપત્તિ-વિપત્તિ આવવાની જ અને દીન બનીને પિતાના બચાવની યાચના કરવાને જ, માટે અભિમાનમાં આંધળે બનેલ પણ દયાનું પાત્ર છે. તેના ઉપર દ્વેષ ન કરતાં દયા કરવી જોઈએ; કારણ કે બિચારે પોતાને ભાવમાં થનારા અનિષ્ટ પ્રસંગેને જોઈ શકતું નથી. - ર૦૫. બીજાના દુઃખને ગ્રહણ કરીને તેના બદલામાં સુખ આપવું તે ઉત્તમતા છે. - ૨૦૬. પિતે દુઃખ વેઠીને પણ બીજાઓને પરમ સુખ આપવા દુનિયામાં જે અવતરે છે તે અવતારી પુરુષ કહેવાય છે. ૨૭. પતે સવહીન અને ગુણહીન હોવા છતાં બીજાના ધનબળથી કે પુન્યબળથી મેટા તરીકે પંકાઈને અભિમાનમાં મદેન્મત્ત બનનાર મૂર્ખાઓનો સરદાર છે.
SR No.023513
Book TitleGyanpradip
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages446
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy