SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૫૦ : જ્ઞાન પ્રદીપ. શરીરના ધં–હુ. સ્થૂળ છું, હું કૃશ છું, હું ગૌર છું, હું કૃષ્ણ ' ઇત્યાદિને પોતાના માને તેને ચેતન કાણુ કહે? પાર્થિવ સ`પત્તિને વિનાશ, રૂપાંતર, અવસ્થાંતર થવાથી શાક કરે તથા પેાતાના વિનાશ-અભાવની આશંકાથી ભયભીત અને તે ચેતન શબ્દોના વાચકના વાચ્ચ કેવી રીતે મની શકે ? અસાવધાન જગત, અચેતન જગત જડાપાસક અને તેમાં કાંઈ નવાઇ જેવું નથી. સુખના સાગર ચૈતન્યની સૃષ્ટિમાં છે; અચૈતન્યની સૃષ્ટિમાં નથી. સાવધાન એટલે સ્વતંત્ર અને અસાવધાન એટલે પરતંત્ર, સ્વતંત્રતા એટલે મુક્તિ અને પરતંત્રતા એટલે અમુક્તિ. મુક્તિ સિવાય સુખ છે જ નહિ, જગતમાં અસાવધાન મૂંઝાય છે, કારણ કે તે ઉદયની ઇંદ્રજાળને પેાતાની માને છે. શુભેદયમાં આનંદ અને અશુભેાયમાં શાકને આધીન થાય છે. પુદ્ગલાની વિકૃતિ તે કમ અને કમની વિકૃતિ તે ઉદ્દય, અર્થાત્ ઉદય તે વિકૃતિની વિકૃતિ છે. આવી વિકૃતિને પેાતાની પ્રકૃતિ માનનાર પેાતાને ભૂલી જાય છે. જે પેાતાને જ ભૂલે છે તે કેમ ન મૂંઝાય ? પેાતાની સ્મૃતિ અને પરની વિસ્મૃતિ તે જ સાવધાનતા છે. અવધાન એટલે ઉપયાગ. તે અવધાન સહિત હાય-ઉપયાગ સહિત હાય તે સાવધાન કહેવાય. ઉપયાગ આત્માનો ધમ છે. ઉપયાગ અને ચેતના એક અને એળખાવનાર શબ્દો છે, માટે જ સાવધાન તે ચેતન અને અસાવધાન અચેતન કહેવાય છે. જડની સૃષ્ટિમાં વસતા અનેક પ્રકારના પ્રસંગો ઉપસ્થિત થાય છે, તે પ્રસ ંગા ચેતનને અચેતન મનવાનાં નિમિત્ત હેાય છે. પણ પ્રતિકૂળ પ્રસ’ગામાં ચેતનને હું ચેતન છું એવી સ્મૃતિ બની રહે તેા ચેતન અચેતનદશાને પ્રાપ્ત કરી શક્તા નથી. સાવધાન-અપ્રમત્ત દશામાં રહેનાર પોતાનુ ખાતા નથી.
SR No.023513
Book TitleGyanpradip
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages446
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy