________________
પ્રથમ વ્યાખ્યાન.
૨૫
ભદ્રબાહુ સ્વામીજીએ ઉદ્ધરેલું કલ્પસૂત્ર તમને વાંચી સંભળાવું. તે કલ્પસૂત્રના પ્રતાપે તમારા આત્મા અને મનની દશામાં જરૂર ઘણા સુધારા થશે.” “રાજા ગુરૂજીની આજ્ઞાને માન આપી સભાસહિત ધમ શાળામાં મળ્યા અને ગુરૂજીએ પણ વિધિપૂર્વક સર્વ લેાક સમક્ષ કલ્પસૂત્ર સંભળાવ્યું. તે દિવસથી સભા સમક્ષ કલ્પસૂત્ર વાંચવાની પ્રવૃત્તિ થઈ.
કલ્પસૂત્રના વાંચનને વિધિ—પયુ ષજ્ઞાપ માં કલ્પસૂત્રના શ્રવણુની સાથે નીચેના પાંચ વિધિ પણ જરૂર પાળવા ઘટે. (૧) ચૈત્યપરિપાટી, અર્થાત્ પ્રત્યેક જીનમંદિરમાં જઇ ચૈત્યવંદન કરવું ( ૨ ) સર્વ સાધુએને વાંદવા ( ૩ ) સાંવત્સરિક પ્રતિક્રમણ કરવું ( ૪ ) સ્વધી ભાઇઓને પરસ્પરમાં ખમાવવા ( ૫ ) અઠ્ઠમ તપ વિગેરે તપશ્ચર્યા કરવી.
અઠ્ઠમ તપને પ્રભાવ—કલ્પસૂત્ર વાંચવાને જે વિધિ ઉપર બતાવ્યા છે તેમાં અઠ્ઠમ ( ત્રણ ઉપવાસ ) ના વિધિ ખાસ કરીને ધ્યાનમાં રાખવા યેાગ્ય છે. તે તપ મહા ફળનું કારણ, જ્ઞાન—દન ચારિત્ર રૂપ ત્રણ રત્ન આપનાર, ત્રણ શલ્યને મૂળથી
વિશેષ વિધિ—શ્રાવકાએ ( ૧ ) યથાશક્તિ તપ-જપ કરવાં, ( ૨ ) શ્રુતજ્ઞાનની ભક્તિ કરવી ( ૩ ) અઠ્ઠમાદિ વ્રત કરવું ( ૪ ) અભયદાન દેવુ ( ૫ ) ફળાદિની પ્રભાવના કરવી ( ૬ ) શ્રી વીતરાગદેવની પ્રતિમા પૂજવી (૭) શ્રી સંધની યથાશક્તિ સેવાભક્તિ કરવી. ( ૮ ) સચિત્ત વસ્તુને ત્યાગ કરવા ( ૯ ) કર્મક્ષય નિમિત્ત કાઉસગ્ગ કરવા ( ૧૦ ) બ્રહ્મચર્ય પાળવુ ( ૧૧ ) આરંભ–સમારંભ વર્જવો ( ૧૨ ) યથાશક્તિ દ્રવ્ય ખર્ચવું ( ૧૩ ) મહાત્સવ કરવા.
સાધુઓએ પર્યુષાપર્વ આવ્યે ( ૧ ) લાય કરવા ( ૨ ) ધર્મકા કરવાં ( ૩ ) અઠ્ઠમ તપ કરશ” ( ૪ ) સદેરાસરામાં અરિહંત પ્રભુની ભાવતિ કરવી અને ( ૫ ) શ્રી સધમાં ખમતખામણાં કરવાં.