SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ આખરે ગુરૂજીએ કહ્યું કે-“ બુદ્ધિની જડતાને લીધે જ તમે મારા કહેવાના અર્થ ન સમજી શક્યા. નટના નિષેધ થયા તેની સાથે નટીને નિષેધ પણ થઇ જ ગયા એમ તમારે પેાતે સમજી લેવુ જોઇતુ' હતું. ' 99 પ્રથમ વ્યાખ્યાન. "C મુનિઓએ જવાબ દીધા કે:— ગુરુજી, અમે એવુ સમજીએ નહીં. હવેથી અમે નટ કે નટીના ખેલ જોવા ઉભા નહીં રહીએ.” જડતાને લીધે ખાટી દયા ચીંતવી: - કોકણ દેશના એક વૃદ્ધ પુરૂષે સ ંસારમાં વૈરાગ્ય ઉપજવાથી પેાતાનું ઘરબાર તથા પુત્રરવારને ત્યાગ કરી વૃદ્ધાવસ્થામાં દીક્ષા લીધી. એક દિવસે સ્થડિલ જઇ આવ્યા પછી ઇયોપથિકી પડિક્કમતાં કાઉસગ્ગમાં ઘણા વખત નીકળી ગયા, તે જોઈ ગુરૂએ પૂછ્યું :-- મુનિજી, આજે કાઉસગ્ગમાં કેમ વધારે સમય થઈ ગયા? << "" સાધુજીએ સરળ સ્વભાવે ઉત્તર આપ્યા કે—‹ ગુરૂદેવ ! આજે કાઉસગ્ગમાં જીવદયા ચિતવતા હતા તેથી સ્હેજ વધારે વિલખ થઈ ગયા.” ગુરૂજીએ પુન:પૂછ્યું:“ કયા પ્રકારની જીવદયા ચિતવતા તે જરા કહેા તા ખરા ?” હતા મુનિજીએ પ્રથમની જેમ બહુ જ સરળભાવે કહી નાખ્યુ કે:—“જ્યારે હું ગૃહસ્થાશ્રમમાં હતા ત્યારે વર્ષાકાળ આવતાં મારાં તમામ ખેતરે ખેડી નાખતા, સૂડ કરતા, નકામાં રાપાં ઉખેડી ફેંકી દેતા અને એ રીતે એટલી કાળજી રાખતા કે મારા ઘરમાં ખૂબ ધાન્ય એકઠું થતું અને અમે સવે સુખ–આનંદમાં દીવસેા કાઢતા. પણ મારાં પુત્રા મારાં જેટલાં કાળજીવાળાં નથી; અરેરે ! તેમને ખેતીવાડીનું જરાયે ભાન નથી. તેઓ જો મારા
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy