SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. એ પ્રમાણે વાસ્તવિકરીતે દશાશ્રુતસ્કંધના આઠમા અધ્યયનના ભાગ તરીકે પણ તેને માની શકાય નહી. આ અનુમાન ઉપરથી સ્વાભાવિકરીતેજ એવા અર્થ કૃલિત થાય છે કે પર્યુષણાકલ્પ એ નામ વાસ્તવિકરીતે સમાચારીનુ જ છે, અને તેમ હાવાથી દશાશ્રુતસ્કન્ધનુ આમું અધ્યયન પણ તેટલાજ ભાગને કહી શકાય. તેટલા માટે તેટલા ભાગનેજ ભદ્રબાહુસ્વામીની કૃતિ તરીકે માનવા જોઈએ. એટલુ તા સ્વયંસિદ્ધ છે કે ભદ્રબાહુસ્વામીની પછીની પણ ઘણી પેઢીઓની નામાવલી આપતી સ્થવિરાવલી ભદ્રબાહુની રચેલી ન હેાઇ શકે. તેમજ તે એક કર્તાની પણ કૃતિ નથી. સ્થવિરાવલીની સંક્ષિપ્ત વાચના અને વિસ્તાર વાચના અર્થાત્ વિરાની ટુકી અને વિસ્તૃત નામાવલી, અસલમાં, બન્ને અકમેકથી સ્વતંત્ર હોવી જોઇએ. કારણ કે, તે બન્નેની ભાષાશૈલી અને વણ્ય વસ્તુમાં પરસ્પર ભિન્નતાઓ રહેલી છે. આ સ્થવિરાવલિ, જેની અ દર અસલમાં છેલ્લા દશકેવલી { દશપૂર્વી ? ) વજ્ર અને તેમના અન્તવાસીએનાં જ નામ હશે, તેની અ ંતે કેટલીક ગાથાઓ ઉમેરવામાં આવી છે; અને તેની અંદર ફલ્ગુમિત્રથી માંડીને દેવર્ષિગણી સુધીના સ્થવિરાનાં નામેા આવેલાં છે. કલ્પસૂત્રની કેટલીક પ્રતિઓમાં આ ગાથાઓનું ગદ્ય રૂપાન્તર, તેની પહેલાં દાખલ કરવામાં આવેલું છે. એ તા દેખીતી રીતેજ અર્વાચીન ઉમેરા છે. કારણ કે ધણી પ્રતિમાં એ ગદ્યરૂપાન્તરને પડતું મુકવામાં આવ્યુ છે; તેમજ સૌથી પ્રાચીન ટીકાકારે આ ફેરફારને ઉલ્લેખ પણ કરેલા છે. આ ઉપરાંત, આ ગ્રંથની અગિયારમી ગ્રંથશતી (ગ્રંથ ૧૦૦૦—૧૧૦૦ ); પ્રમાણ કરતાં પ્રત્યક્ષરીતે વધારે ગ્રંથસંખ્યાવાળી થએલી છે. તેથી જો એ પ્રસ્તુત પ્રકરણને બાતલ કરવામાં આવે તેા તેની સ ંખ્યા પણ બરાબર પ્રમાણુસર થઇ રહે છે. વળી સ્થવિરાવલીના પ્રથમના એ સૂત્રેા બીજા બધાં સૂત્રેાથી રચનામાં જુદા પડે છે; અને તેથી મારા ધારવા પ્રમાણે, કદાચ એક વખતે તેના અંતર્ભાવ જિનચરિત્રમાં થતા હશે. આ રીતે આપણે રિાવલીમાં ભિન્ન ભિન્ન પ્રકારના ચાર પાંચ પ્રકરણા જોઇ શકીએ છીએ, ર્ડા. સ્ટીવન્સન જે એવું અનુમાન કરે છે કે અસલનું જિનચરિત્ર તે મહાવીર ચરિત્ર જેટલું જ હશે ( કલ્પસૂત્ર પૃ॰ ૯૯ ), તેને હું ખોટું માનતા નથી. પરંતું સાથે મારૂં એ પણ વિશેષ
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy