________________
શ્રી કપત્રછે એમ ધારીને તેને દૂર કરે. એ ભાવ જાણવો. વલી બીજે પણ બ્રાહ્મણનો દષ્ટાંત છે. પેટ નગરને વાસી રૂદ્ર નામે બ્રાહ્મણું વર્ષીકાલે ખેતર ખેડવા માટે હળ લઈને ખેતરે ગયા. હળને વહન કરતાં તેને ગળીએ બળદ બેસી ગયો. પાણાથી મારતાં છતાં પણ જ્યારે તે ઉક્યો નહીં ત્યારે ત્રણ કયારાનાં માટીનાં ઢેફાંથી મારતાં મારતાં તે માટીનાં ઢેફાં વડે તેનું મુખ ઢંકાઈ ગયું અને શ્વાસ રૂંધાઈ જવાથી તે મરણ પામ્યા. પછી તે બ્રાહ્મણ પશ્ચાત્તાપ કરતો મહાસ્થાને જઈને ત્યાં પિતાનો વૃત્તાંત કહેતાં (બીજા) બ્રાહ્મણોએ પૂછ્યું કે “તું હજુ ઉપશાંત થયા કે નહીં ?” ત્યારે “હજુ પણ મને ઉપશાંતિ થઈ નથી” એમ કહેતાં તેને બ્રાહ્મણોએ પંકિત ( જ્ઞાતિ ) બહાર કર્યો. એવી રીતે વાર્ષિક પર્વમાં કોપ ઉપશાંત નહીં થવાને લીધે જે સાધુ આદિએ ખમતખામણ ન કર્યો હોય તેને સંઘ બહાર કરવા. ઉપશાંતમાં ઉપસ્થિત થયો હોય તેને મૂળ પ્રાયશ્ચિત્ત આપવું. ૫૮.
ખમતખામણાં ૨૪ ચોમાસું રહેલ સાધુ સાધ્વીને આજેજ એટલે પયુંષણાને દિવસે જ ઉંચા શબ્દવાળે તથા કડવાશ ભરેલ એટલે જકાર મકા૨ આદિપ કલહ થાય તો નેહાના મોટાને ખમાવે. જે કે મોટાએ અપરાધ કર્યો હોય તે પણ વ્યવહારથી નાને મેટાને ખમાવે. હવે જે ધર્મ નહીં પરિણમવાથી નાના મોટાને ન ખમાવે તે શું કરવું ? તે કહે છે-મે નાનાને ખમાવે, પિતે ખમે અને બીજાને ખમાવે, પિતે ઉપશાંત થાય અને બીજાને ઉપશાંત કરે. સુમતિપૂર્વક( રાગ-દ્વેષના અભાવપૂર્વક) સૂત્ર અને અર્થ સંબંધી સંપૃચ્છના અથવા સમાધિપ્રશ્ન પુષ્કલ થવા જોઈએજેની સાથે કડવાશ ભરેલે કલહ થયેલ હોય તેની સાથે નિર્મળ મનથી વાતચીત આદિ કરવું જોઈએ એ
* શાંતિ થાય તેવી અનેક શાસ્ત્રાદિની વાત કરવી જોઈએ.