________________
નવમ વ્યાખ્યાન.
૪૪૧ તેને, પ્રજનપૂર્વક કાઠી ઉપર બંધ બાંધે છે તેને, જેને મિત એટલે નક્કી કરેલું છે આસન તેને, વસ્ત્ર આદિને જે તડકામાં મૂકે છે તેને, ઈર્યો આદિ સમિતિને વિષે ઉપગવાળાને તેમજ વારંવાર પડિલેહણ કરવાની એટલે પ્રમાવાની જેને ટેવ છે તેને એટલે આવા પ્રકારના સાધુને તે તે પ્રકારે સંયમ સુખે કરીને આરાધના થાય તેવું થાય છે. ૫૪.
ઠલ્લા માત્રા વિષે ૨૦ ચોમાસું રહેલ સાધુ સાધ્વીઓને ઠઠ્ઠા, માત્રાની ત્રણ જગ્યા કપે છે. જે કાંઈ પણ સહન કરી શકે નહીં (વેગ રોકી શકે નહીં) તેને ત્રણ જગ્યા અંદર રાખવી. જે સહન કરી શકે તેને ત્રણ જગ્યા બહાર રાખવી. દૂર જવામાં અડચણ આવે તે મધ્યભૂમિ રાખવી, તેમાં પણ અડચણ આવે તે નજીકની ભૂમિ રાખવી. એ પ્રમાણે આસન્ન, મધ્ય અને દૂર એ ત્રણ પ્રકારની ભૂમિ છે તેને પડિલેહવી. જે પ્રમાણે ચોમાસામાં કરવામાં આવે છે તે પ્રમાણે શિયાળા અને ઉનાળામાં કરવામાં આવતું નથી, તેનું કારણ છે પૂજ્ય ! શું છે?” એ પ્રમાણે શિષ્ય પ્રશ્ન કર્યો છતે ગુરૂ કહે છે કે માસામાં પ્રાયે કરીને જીવ જેવાં કે શંખનક, ઇંદ્રગોપકૃમિ આદિ, તૃણ (એ પ્રસિદ્ધ છે), બીજ જેવાં કે તે તે વનસ્પતિના નવા ઉત્પન્ન થયેલા અંકુર, પનક એટલે ફુલણ તેમજ બીજમાંથી ઉત્પન્ન થયેલ હરિત એ સર્વે પુષ્કળ થાય છે.” (તેથી ચોમાસા માટે ખાસ કહેવામાં આવેલ છે.) પ પ.
૨૧ ચોમાસું રહેલ સાધુ સાધ્વીને ત્રણ માત્રા (પાત્ર) લેવાં કપે છે. તે આ પ્રમાણે–એક ઠલ્લાનું, બીજું મૂત્રનું અને ત્રીજું લેમ્બનું. માત્રુ (પાત્ર) ન હોવાથી વખત વીતી જવાને લીધે ઉતાવળ કરતાં આત્મવિરાધના થાય તથા વરસાદ વરસતે હેય તો બહાર જવામાં સંયમવિરાધના થાય. ૫૬.