________________
૪૩૬
શ્રો કલ્પસૂત્ર
આચાય ને ૧, સૂત્ર ભણાવનાર ઉપાધ્યાયને ર, જ્ઞાન આદિને વિષે સીન્નતાને સ્થિર કરનાર અને ઉદ્યમવાલાને ઉત્તેજન આપનાર સ્થવિરને ૩, જ્ઞાન આદિને વિષે પ્રવર્તાવનાર પ્રવકને ૪, જેની પાસે આચાર્ય સૂત્ર આદિના અભ્યાસ કરે છે તે ગણિને ૫, તીર્થંકરના શિષ્ય ગણધરને ૬, જે સાધુએને લઈને મહાર અન્ય ક્ષેત્રમાં રહે છે, ગચ્છને માટે ક્ષેત્ર, ઉપધિની માગણા આદિમાં પ્રધાવન વિગેરેના કરનાર છે એટલે ઉપધિ વિગેરે લાવી આપનાર છે અને સૂત્ર તથા અર્થ એ બંનેને જાણનાર છે તે ગણાવચ્છેદકને છ, અથવા અન્ય ( સામાન્ય ) સાધુ જે વય અને પર્યાય કરીને લઘુ હાય પણ જેને ગુરૂપણાએ મંગીકાર કરીને વિચરે છે તેને, તે સાધુને આચાય યાવત્ જેને ગુરૂપણાએ મુકરર કરીને વિચરે છે તેને પુછીને ( નીકલવું પેસવુ) ક૨ે છે. હવે કેવી રીતે પૂછવું તે કહે છે. ‘હૈ પૂજ્ય ! જો આપની આજ્ઞા હોય તે હું ગૃહસ્થને ઘેર ભાત પાણીને માટે નીકળવા પેસવા ઈચ્છું છું. ' જો આચાય માદિ તે સાધુને આજ્ઞા આપે તેા તેને ગૃહસ્થને ઘેર ભાત પાણી માટે નીકળવું પેસવું કહ્યું છે. જો આચાય આદિ તે સાધુને આજ્ઞા ન આપે તે ગૃહસ્થને ઘેર ભાત પાણી માટે નીકળવુ પેસવું કલ્પે નહીં. ‘ હૈ પૂજ્ય ! તે શા હેતુથી ? ’ એમ શિષ્યે પ્રશ્ન કર્યાથી ગુરૂ કહે છે કે આચાર્ય આદિ વિજ્ઞના પરિહારને જાણે છે. ’ ૪૬.
"
એવીજ રીતે વિહાર એટલે જિનચૈત્ય, તેને વિષે જવું; વિચારભૂમિ એટલે શરીરચિતા આદિને માટે જવુ અથવા ઉચ્છવાસ આદિ વઈને લીંપવું, સીવવું, લખવું આદિક જે કાંઇ કામ હાય તે સર્વ પુછીને કરવુ એ તત્ત્વ છે. એવીજ રીતે ભિક્ષા આદિ માટે અથવા ગ્લાન આદિને કારણે એક ગામથી ખીચે ગામ જવુ હોય તે। પુછીને જવુ, નહીં તેા વર્ષાઋતુમાં એક ગામથી ખીજે ગામ જવું એ અનુચિતજ છે. ૪૯.