________________
નવમ વ્યાખ્યાન.
૪૩૩ ઉપદેશ વડે જાણવા ગ્ય છે, આંખથી જોવાનો છે અને જાણીને તથા જેઈને પ્રાતલેખવાનાં છે (પરિહરવાના હોવાથી વિચારવા યોગ્ય છે). તે આઠ સૂકમ આ પ્રમાણે છે-સૂક્ષમ પ્રાણે (જી) ૧, સૂક્ષ્મ પનક કુલ્લિ ૨; સૂક્ષ્મ બીજ ૩, સૂમ હરિત ૪, સૂક્ષ્મ પુષ્પ ૫, સૂક્ષમ ઇંડાં ૬, સક્સ બિલ (દર) ૭ અને સૂક્ષમ સ્નેહ (અપકાય) ૮. તે કયા સૂક્ષ્મ પ્રાણે? એમ શિષ્ય પૂછવાથી ગુરૂ કહે છે કે તીર્થકર અને ગણધરોએ પાંચ પ્રકાર (વર્ણ) ના સૂક્ષમ પ્રાણ કહ્યા છે. તે આ પ્રમાણે-કાળા, નીલા, રાતા, પીળા અને ધોળા. એક વર્ણમાં હજારો ભેદો અને બહુ પ્રકારના સંગો છે. તે સર્વે કૃષ્ણ આદિ પાંચે વર્ણમાં અવતરે છે (સમાવેશ પામે છે). અશુદ્ધરી નામે કુંથુઆની જાતિ છે જે સ્થિત રહેલી હોય. હાલતી ચાલતી ન હોય ત્યારે તે ઇશ્વસ્થ સાધુ સાધ્વીઓના દષ્ટિવિષયમાં (નજરે) તુરત આવતી નથી, અને અસ્થિર હાય, ચાલતી હોય ત્યારે તે છશ્વાસ્થ સાધુ સાધ્વીઓના દ્રષ્ટિવિષયમાં તુરત ( નજરે ) આવે છે, માટે છક્વસ્થ એવા સાધુ સાધ્વીએ તે સૂક્ષ્મ પ્રાણેને વારંવાર જાણવા, જેવા અને પ્રતિલેખવાના છે, કારણ કે તેઓ (પ્રાણે ) ચાલતા હોય ત્યારેજ જણાય છે. પણ સ્થાનને વિષે (સ્થિર) હોય ત્યારે જણાતા નથી. ૪૪. બીજા સૂક્ષમ પનક તે કયા? એમ શિષ્ય પૂછવાથી ગુરૂ કહે છે કે સૂક્ષ્મ પનક પાંચ પ્રકારના કહેલા છે. તે આ પ્રમાણે-કાળા, નીલા, રાતા, પીળા અને ધળા. સૂક્ષ્મ પનક એવી જાતિ છે કે જ્યાં તે ઉત્પન્ન થાય છે ત્યાં તે તેજ દ્રવ્યના સમાન વર્ણવાળા હોય છે. તે પનકની જાતિ છઘસ્થ સાધુ સાધ્વીએ જાણવાની, જેવાની અને પ્રતિલેખવાની છે. તે પ્રાચે કરીને શર તુમાં જમીન, કાષ્ટ આદિને વિષે ઉત્પન્ન થાય છે
૨૮