SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ સામાન્ય પ્રાકૃતથી જુદી પડે છે તે બધી બાબતમાં જેને પ્રાકૃત, ઉપર બતાવેલા બે અપવાદો અને અન્ય બે અપવાદો બાદ કરતાં સાધારણ પ્રાકૃતેને સર્વાંશે મળતી આવે છે. હેમચંદ્ર (૪, ૨૬૪, ૬૫; અને ૪, ૨૭૮) શૌરસેની (–અને માગધી) માં “ભગવાન” અને “ભગવન’ તેમજ મઘવાન ” અને “મઘવન ” રૂપી પ્રથમ અને સંબોધનના એકવચનના રૂપાને બદલે અનુક્રમે “ભયવં” અને “માવં” તથા “તસ્માત 'ને બદલે તા” નું વિધાન કરે છે. આ રૂપ જેને પ્રાકૃતમાં પણ આવે છે. મહારાષ્ટ્રી સિવાયની અન્ય પ્રાકૃત ભાષાની સાથે જેને પ્રાકૃતની સમાનતાના આ દાખલાઓ, સામાન્ય ભાષા સાથેની તેની સમાનતાના દાખલાઓના મુકાબલે ઘણું થડા અને અનુપયોગી લાગે છે. એટલા માટે હું જેને પ્રાકૃતને મહારાષ્ટી ભાષા તરીકે જાહેર કરતાં બિલકુલ સંકેચ પામતો નથી. 31. Olza yer üldlai Lastitutiones Ianguae Pracriticae અને ખ્ય સૂચક બતાવે છે. પરંતુ તે (ચિન્હ) વાસ્તવમાં જજ અને કખ બાધક છે. આ ચિન્હો જૈન મહારાષ્ટ્રી તેમજ જૈન પ્રાકૃત એ બન્ને ભાષામાં વપરાય છે. અને જૈન મહારાષ્ટ્રમાં તો તેને નિણતરૂપે જ અને કખ સૂચક ગણવામાં આવે છે. તેથી જૈન પ્રાકૃતમાં પણ તે તેજ અક્ષર સૂચક હોવા જોઈએ. જો એમ ન ગણતા હોત અને હેમચંદ્ર તેને જન પ્રાકૃતમાં ભિન્ન અક્ષર સૂચક વાંચ્યા હોત તો જરૂર તેમણે તેને ૨, ૮૯ અને ૯૦ સૂત્રોના અપવાદરૂપે જણાવ્યા હોત. આ ઉપરાંત જ્યારે હેમચંદ્ર શોરસેનીમાં (૪, ૨૬૬ સૂત્રમાં) ય” ને બદલે ચ, અને માગધીમાં જ ઘુ અને ય ને માટે ચ ને (૪, ર૯૨), તેમજ સ્વરની મધ્યમાં આવેલા ક્ષ ને માટે ક” ને ( ૪, ૨૯૬) આદેશ કરે છે, ત્યારે જ તેમણે વેબરની માફક ઉક્ત અક્ષરે વાંચ્યા હોત તો તે સૂત્રોમાં જરૂર એમ જણાવ્યું હોત કે આર્ષ ભાષામાં પણ એમજ થાય છે. લિપિશાસ્ત્રની દષ્ટિએ રક (કે જેના પ્રાચીન રૂપ “-” અને “-” છે) અને “–' એ સંજ્ઞાઓની સમજુતી માટે ડૉ. બુહર ના કહેવા પ્રમાણે યાદ રાખવું જોઇએ કે અક્ષરે જોડવામાં જૈન સાધારણ રીતે બીજા અક્ષરને પહેલા અક્ષરની પછી નહીં પણ તેની નીચે મૂકે છે. પહેલી ત્રણ સંજ્ઞાઓ તે એ ના ઉત્તરોત્તર થએલાં સાદાં રૂપે છે. અને બીજી સંજ્ઞા – માં “જ”નું પુરાતન રૂપ અર્થાત્ જ દષ્ટિ ખેંચે છે. આ નિયમાનુસાર કલ્પસૂત્રના મૂળમાં આવેલા પૂર્વોક્ત જોડાક્ષરને મેં kkh અને jj થી દર્શાવ્યા છે.
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy