________________
અષ્ટમ વ્યાખ્યાન.
એક વખત દેશમાં ભારે સખત દુકાળ પડવાથી શ્રી સંઘને પોતાના વસ્ત્ર ઉપર બેસાડી એક સુકાળવાળા ક્ષેત્રમાં લઈ ગયા. ત્યાં બદ્ધ રાજાનું રાજ્ય ચાલતું હોવાથી તેણે જિન મંદિરોમાં પુષ્પ લાવવાની સખત મનાઈ કરી હતી. પર્યુષણ પર્વ સમયે શ્રાવકોએ વમુનિને એ બાબત વિજ્ઞપ્તિ કરી, એટલે તેઓ આકાશગામિની વિદ્યાના પ્રભાવે માહેશ્વરીપુરીમાં પહોંચ્યા અને પિતાના એક મિત્ર-માળીને પુષ્પ એકઠાં કરવાનું કહ્યું. ત્યાંથી તેઓ પોતે હિમવાન પર્વત ઉપર ગયા અને લક્ષમીદેવી પાસેથી મહાપદ્મ તથા હુતાશન વનમાંથી વીશ લાખ પુષ્પ મેળવ્યાં. તે પછી જલક દેએ વિફર્વેલા વિમાનમાં બેસી મહત્સવપૂર્વક ત્યાં આવ્યા અને જિનશાસનની ભારે પ્રભાવના કરી. બદ્ધ રાજાના આશ્ચર્યને પાર ન રહ્યો. આખરે તેણે પણ શ્રાવકધર્મ સવીકાર્યો.
એક વખત વજીસ્વામીએ કફના ઉપશમ માટે, ભજન પછી ખાવા સારૂ એક સુંઠને કકડા કાનપર ચડાવી રાખે. પછી તે કકડે ખાવાનું વિસ્મરણ થઈ ગયું અને છેક સારે જ્યારે પ્રતિક્રમણ કરતી વખતે કાન ઉપરને કકડે નીચે પડ્યો ત્યારે તેમને પિતાને કેટલો પ્રમાદ થયે તેની સૂઝ પડી. એ પ્રમાદ ઉપરથી પોતાનું મૃત્યુ નજીક આવી પહોંચેલું હોવું જોઈએ એમ ધાર્યું. એટલે તેમણે વજસેન નામના પોતાના શિષ્યને કહ્યું કે-“હવે બાર વરસને દુકાળ પડવાને અને જે દિવસે લક્ષમૂલ્યવાળા ચેખામાંથી તને ભીક્ષા મળે તે દિવસ પછી બીજે જ દિવસે સુકાળ થવાને એમ જાણું લેજે.” એટલું કહીને તેઓ પિતાની સાથે રહેલા સાધુઓને લઈ રાવર્ત પર્વત ઉપર ગયા અને અનશન કરી દેવલેક પામ્યા. પેલા શિષ્ય પણ અન્યત્ર વિહાર કરી ગયા. વજમુનિ દેવલોક પામ્યા તે વખતે સંઘયણ ચતુષ્ક અને દશમું પૂર્વ વિચ્છેદ ગયાં. ત્યાર પછી બાર