________________
૩૮ર
શ્રી કલ્પસત્રઅને ચીતામાં સ્થાપન કર્યું. બીજા દેવેએ ગણધરો અને મુનિએના શરીરને એજ પ્રમાણે સત્કાર કર્યો. ઇંદ્રના હુકમથી, નિરાનંદ અને નિરૂત્સાહ જેવા જણાતા અગ્નિકુમારોએ ચીતામાં અગ્નિ પ્રદિપ્ત કર્યો, વાયુકુમારોએ વાયુ વિકુળ્યો અને બાકીના દેવોએ તે ચીતાઓમાં કાળા અગરૂ, ચંદન વિગેરે ઉત્તમ કાષ્ઠ નાખ્યાં, મધ અને ઘીનાં ઘડા સીંચ્યાં અને જ્યારે તેમના શરીરનાં માત્ર અવશેષ રહ્યાં ત્યારે ઇંદ્રની આજ્ઞાથી મેઘકુમાર દેએ તે ચીતાઓને પોતાના જળથી ઠારી.
પછી સૌધર્મ ઈન્ડે પ્રભુની ઉપરની જમણે દાઢા, ઈશાને ઉપરનો ડાબી દાઢા, ચમરે નીચેની જમણી દાઢા અને બલી નીચેની ડાબી દાઢા ગ્રહણ કરી. બાકીના દેવામાંથી કેટલાકે જિનભક્તિથી પ્રેરાઈ, કેટલાકએ પિતાને આચાર સમજી અને કેટલાકએ ધર્મ વિચારી બાકી રહેલાં અંગોપાંગનાં અસ્થિ ગ્રહણ કર્યા. ત્યારબાદ ઇંદ્ર એક જિનેશ્વર ભગવાનને, એક ગણધરને અને એક બાકીના મુનિઓને એમ ત્રણ રત્નમય સૂપ (દેરી અને પગલાં ) કરાવ્યા. ચક્ર આદિ દેવોએ નંદીશ્વર આદિ દ્વીપમાં જઈ અઠ્ઠાઈ મહોત્સવ કરાવ્યો અને પિતાના વિમાનમાં જઈ પોતપોતાની સભામાં વજા મય ડાબલામાં જિન દાઢાને મૂકી ગંધ, માલ્ય વિગેરેવડે તેની પૂજા કરવા લાગ્યા.
સર્વ દુઃખથી છુટા થયેલા અહંન કૌશલિક શ્રી ઇષભદેવના નિવાણ પછી ત્રણ વર્ષ અને સાડા આઠ માસ વ્યતીત થયા, ત્યારે બેંતાલીસ હજાર વરસ તથા ત્રણ વરસ અને સાડા આઠ માસ અધિક એટલો કાળ છે એવી એક સાગરેપમ કેટાકેટી ગઈ, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી નિર્વાણ પામ્યા. ત્યારપછી નવ વર્ષ ગયાં અને દશમા સૈકાનું આ એંશીમું વર્ષ જાય છે, તે સમયે આ પુસ્તકવાચના થઈ.
ઈતિ શ્રી રાહષભદેવ ચરિત્ર.