________________
શ્રી કલ્પસૂત્ર
૩૮૦
ભગવંતને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી અંતર્મુહૂતમાં મરૂદેવા માતા મતકૢકેવલી થઈને માક્ષે ગયા. તે પર્યાયાંતકૃદ્દભૂમિ. યુગ એટલે ગુરૂ શિષ્ય પ્રશિષ્યાદિ ક્રમસર વર્તાતા પટ્ટધર પુરૂષા અને તે વડે મર્યાદિત જે માક્ષગામીઆના માથે જવાના કાળ તે યુગાંતકૃભૂમિ અને પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું તે કાળને આશ્રીને જે માક્ષગામીઓના મેક્ષે જવાના કાળ તે પર્યાયાંતકૃદ્ભૂમિ કહેવાય.
પ્રભુનો નિર્વાણ સમય
તે કાળ અને તે સમયને વિષે શ્રી ઋષભદેવ પ્રભુ વીશ લાખ પૂર્વ કુમારાવસ્થામાં રહીને, અને ત્રેસઠ લાખ પૂર્વ રાજ્યાવસ્થામાં રહીને—એક દરે ત્ર્યાસી લાખ પૂર્વ ગૃહસ્થાવસ્થામાં રહીને, એક હજાર વરસ સુધી છદ્મસ્થપર્યાય પાળીને અને એક હજાર વર્ષ ણા એક લાખ પૂર્વ સુધી કેલિપર્યાય પાળીને— એકદરે સોંપૂર્ણ એક લાખ પૂર્વ ચાત્રિપર્યાય પાળીને; એટલે કે ચારાશી લાખ પૂર્વ સુધી સર્વ આયુષ્ય પાળીને, વેદનીય, આયુ:, નામ અને ગેાત્ર એ ચાર કર્મોના ક્ષય થતાં, આ અવસર્પિણી કાળના સુષમદુમ નામના ત્રીજો આરા ઘણાખરા વ્યતીત થતાંએટલે કે ત્રણ વરસ અને સાડા આઠ માસ બાકી રહેતાં-ત્રીજા આરાનાં નેવ્યાશી પખવાડીયાં બાકી રહેતાં, શિયાળાના ત્રીજા માસમાં, પાંચમા પખવાડીયામાં-માઘ માસના કૃષ્ણપક્ષની તેરશને દિવસે (ગુજરાતી પાષ વદી ૧૩) અષ્ટાપદ પર્વતના શિખર ઉપર, દશ હજાર સાધુઓની સાથે, જળરહિત ચાદભક્ત-છ ઉપવાસના તપ કરીને, અભિજિત્ નામના નક્ષત્રને વિષે ચદ્રચાગ પ્રાપ્ત થતાં, સવારના સમયે પછ્યંકાસને બેસીને નિર્વાણુ પામ્યા-સર્વ દુ:ખથી સ થા મુક્ત થયા.