________________
૩૭૨
શ્રો કહપસૂત્ર
જ પશ્ચાત્તાપ થયું. તેણે પ્રભુના ચરણારવિંદને કઈ ઉલ્લંઘે નહીં તે સારૂ, પ્રભુ જ્યાં પ્રતિમા ધ્યાને રહ્યા હતા ત્યાં એક રત્નમય ધર્મચક સ્થાપ્યું. તેની બરાબર રક્ષા કરવા થોડા માણસો પણ નીમી દીધા. પછી તે ધર્મચકને ભક્તિભાવપૂર્વક વંદન કરી પિતાની નગરીમાં પાછો ફર્યો.
- કેવળજ્ઞાન એ પ્રમાણે અખલિત વિહાર કરતાં શ્રી રાષભદેવ પ્રભુને એક હજાર વરસ પર્યત છદ્મસ્થપણું રહ્યું. તેમાં બધો મળી એક અહોરાત્રને પ્રમાદકાળ જાણ.
એવી રીતે ચાવત જ્ઞાન દર્શન ચારિત્રાદિ અસાધારણ ગુણેવડે પિતાના આત્માને ભાવતા શ્રી રાષભદેવ પ્રભુને એક હજાર વરસ વીતી ગયાં. ત્યારપછી શીતકાળના ચોથા મહિનામાં–સાતમાં પખવાડીયામાં–ફાગણ માસના કૃષ્ણ પખવાડીયામાં અગીયારશને દિવસે ( ગુજરાતી માઘ વદી ૧૧) સવારના વખતે પુરિમતાલ નામના નગરની બહાર, શકટમુખ નામના ઉદ્યાનમાં, ન્યોધ (વડ) નામના ઉત્તમ વૃક્ષની નીચે, જળરહિત અઠ્ઠમ તપ કરીને ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રને વેગ પ્રાપ્ત થતાં, શુકલધ્યાનના પ્રથમના બે ભેદેમાં વર્તતા શ્રી કષભદેવ પ્રભુને અનંત વસ્તુને વિષયવાળું પ્રધાન કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું. સર્વ પ્રાણીઓના અને ધર્માસ્તિકાય વિગેરે સર્વ અજીના સમગ્ર પર્યાયને જાણતાં-જતાં પ્રભુ વિચરવા લાગ્યા.
પહેલી પૂજા ની કરવી? પ્રભુને વિનીતા નગરીના પુરિમતાલ નામના શાખાપુરમાં * અયોધ્યા (વિનીતા) નગરીના એક પરાનું નામ પુરિમતાલ હતું.