SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્યો પોતાના શિષ્યોને પુસ્તકની અપેક્ષા સિવાય (“પુસ્તકાનપેક્ષયા') જ સૂત્ર શિખવતા હતા. પણ પાછળથી પુસ્તકોની સહાયતાથી શિખવવાની શરૂઆત થઈ. અને જૈન ઉપાશ્રયમાં એ પ્રથા હજી પણ ચાલી આવે છે. આ વૃદ્ધ સંપ્રદાયને અર્થ એમ નથી કે દેવર્ધિગણીએ પહેલી જ વખતે જેનોના. પવિત્ર જ્ઞાનને પુસ્તકારૂઢ કરાવ્યું પણ તેની એટલી જ મતલબ છે કે, પ્રાચીનકાળમાં આચાર્યો લિખિત પુસ્તકે કરતાં પિતાની સ્મૃતિ ઉપરજ વધારે આધાર રાખતા હતા જૈનધર્મના બુદ્ધઘોષ દેવર્ધિગણીએ ખાસ કરીને સમગ્ર સામ્પ્રદાયિક જૈન સાહિત્ય કે જે તેમને તે વખતના પુસ્તકમાંથી અને વિદ્યમાન આચાર્યોના મુખેથી મળ્યું હતું તે બધું આગમોના રૂપમાં ગોઠવ્યું. આ કાર્ય ઘણું મોડું થયું હતું, કારણકે તે વખતે ઘણાક આગમો તે ત્રુટિત થઈ ગયા હતા અને તેના અમુક અમુક ત્રુટક ત્રુટક ભાગજ બાકી રહ્યા હતા. આ ત્રુટિત ભાગોને દેવર્ધિગણિએ પિતાને જેમ એગ્ય લાગ્યું તે પ્રમાણે અનુસંધિત કરી એકત્ર કર્યા. ઘણક અગમાં જે અસંબદ્ધ અને અપૂર્ણ વર્ણને મળી આવે છે તેનું કારણ માત્ર આજ કલ્પના દ્વારા આપણે સમજી શકીએ છીએ.૧ વિધમાન જૈન આગમોની વ્યવસ્થા (રચના) મુખ્યત્વે કરીને એના સંપાદક દેવદ્ધિગણીને જ આભારી છે. તેમણે જ તેને અધ્યાયો-અધ્ય { આ સમચથી માત્ર ૩૦ વર્ષ પહેલાં જ એટલે સન ૪૧૦ અને ૪૩૨ ની વચ્ચે બુદ્ધષે બદ્ધ પિટકો અને અર્થકથાઓને, ધર્મની ચિરાન સ્થિરતાને માટે પુસ્તકમાં લખાવી. સીલેનમાં બૈદ્ધગ્રંથ, અને ગુજરાતમાં જૈનગ્રંશે લગભગ સમાન કાલમાંજ પુસ્તકારૂઢ થયા તે ઉપરથી એવું અનુમાન થઈ શકે કે જૈનએ બૈદ્ધોની આ પ્રવૃત્તિનું અનુકરણ કર્યું હશે. અગર તો હિંદુસ્થાનમાં પાંચમી સદીથી જ સાહિત્યના હેત્વર્થે લેખન (કળા) ને વધારે ઉપયોગ થવા લાગ્યો હશે. ૧ ઠેઠ દેવગિણીના સમયે પર્યત જૈને ખરેખર બેદરકારીથી જ પોતાના પવિત્ર ધર્મશાસ્ત્રનું જ્ઞાન આપતા રહ્યા હશે. કારણકે, પૂર્વેને અમુક ભાગ તો મહાવીર પછીની આઠમી પેટિએજ લુપ્ત થઈ ગયો હતો. તેમજ દશમી પઢિના પૂર્વે જ સર્વ પૂર્વો નષ્ટ થયાં હતાં. નિદાન જૈન ઇતિહાસ તે આપબુને એમજ કહે છે.
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy