________________
૩૫૮
શ્રી કલ્પસૂત્રવિભૂષિત પ્રભુ વિશ લાખ પૂર્વ સુધી કુમાર અવસ્થાની મધ્યમાં રહ્યા, ત્રેસઠ લાખ પૂર્વ સુધી રાજ્ય અવસ્થામાં રહ્યા અને પુરૂષાપગી લેખન આદિ કળાઓ, ગણિત વિગેરે પ્રધાન વિષયો અને છેલ્લે પક્ષીની ભાષા જાણવાની કળા (શકુનરૂત) સુદ્ધાં (તેર કળાઓ) પ્રકટ કરી. તે ઉપરાંત સ્ત્રીઓના ચોસઠ કળાઓને પણ ઉપદેશ કર્યો. આચાર્યના ઉપદેશ વગર ઉસન્ન થાય તે કર્મ અને આચાર્યના ઉપદેશથી થાય તે શિલ્પ સમજવાં, કર્મ અને શિલ્પ વચ્ચેને એ ભેદ સમજી લે. કર્મો એટલે કૃષિ-વાણિજ્યાદિ જીવનને ઉપયોગી થાય તે. કર્મને અનુક્રમે પોતાની મેળે જ ઉત્પન્ન થયાં છે, પ્રભુએ તે માત્ર શિલ્પશાસ્ત્ર જ શીખવ્યું છે. અર્થાત્ પુરૂષની બેર કળાઓ, સ્ત્રીઓની ચેસઠ કળાએ અને સો શિપે એ ત્રણ વસ્તુને પ્રભુએ પ્રજાના હિતને માટેવિશ્વના ઉપકારને માટે ઉપદેશ કર્યો.
પુરૂષની તેર કળાઓ પુરૂષની બોતેર કળાએ આ પ્રમાણે –(૧) લેખન (૨) ગણિત, (૩) ગીત (૪) નૃત્ય (૫) વાવ (૬) પઠન (૭) શિક્ષા (૮) જ્યોતિષ (૯) છંદ (૧૦) અલંકાર (૧૧) વ્યાકરણ (૧૨) નિરૂક્તિ (૧૩) કાવ્ય (૧૪) કાત્યાયન (૧૫) નિઘંટુ (શબ્દ કેજ) (૧૬) અશ્વારોહણ (૧૭) બજારોહણ (૧૮) હાથી-ઘડા કેળવવાની વિદ્યા (૧૯)શાસ્ત્રા
ભ્યાસ (૨૦) રસ (૨૧) મંત્ર (૨૨) યંત્ર (૨૩) વિષ (૨૪) ખનીજ પદાર્થ મેળવવાની વિદ્યા (૨૫) ગંધવાદ (૨૬) પ્રાકૃત (૨૭) સંસ્કૃત (૨૮) પિશાચિક (૨૯) અપભ્રંશ (૩૦) સ્મૃતિ (૩૧) પુરાણ (૩૨) અનુષ્ઠાન શાસ્ત્ર (વિધિ) (૩૩) સિદ્ધાન્ત (૩૪) તર્ક (૩૫) વેધક (૩૬) વેદ (૩૭) આગમ (૩૮) સંહિતા (૩૯) ઈતિહાસ