________________
.
= સપ્તમ વ્યાખ્યાન
૩૪૧ अगन्धनकुले जातास्तियंचो ये भुजंगमाः .. - तेऽपिनो वान्तमिच्छन्ति त्वं नीचः किं ततोप्यसि ??
હે મહાનુભાવ! આવો નરકમાં લઈ જનારો અભિલાષા તમને કેમ થયે ? સર્વ સાવદ્ય ત્યાગી, પાછા તેની વાંછના કરતા તમે શરમાતા નથી? અરે ! વિશેષ શું કહું? અંગધન કુળમાં ઉત્પન્ન થયેલા તિર્યંચ જાતિના સર્પો પણ, પ્રાણાંત કષ્ટ વેઠવા છતાંય એકવાર વમેલું પાછું ખાવા લલચાતા નથી, તે પછી શું તમે તિર્યંચથી પણ નીચ છે ? "
- તમે જાણો છો કે તમારા ભાઈએ મને વમન કરી દીધી છે, છતાં મારે ઉપગ કરવાનો વિચાર કરતાં તમને કંઈ જ લજજા નથી આવતી? રથનેમિ! બુદ્ધિને ઠેકાણે રાખી, મહા ભાગ્યયોગે પ્રાપ્ત થયેલા આ મુનિવ્રતનું ભાન ન ભૂલે.”
રાજીમતીના બાણ જેવાં વચન સાંભળી રથનેમિનું હૃદય ચીરાયું. તેઓ પાછા પિતાના શુભ ધ્યાનમાં સ્થિર થયા અને શ્રી નેમિનાથ પ્રભુ પાસે પ્રાયશ્ચિત્ત આલેચી, તીવ્ર તપ તપી મોક્ષે ગયા.
રાજીમતી પણ વિશુદ્ધ ભાવથી દીક્ષા આરાધી અંતે મોક્ષ શષ્યા પામ્યા અને ઘણા કાળથી ઈછેલા શ્રી નેમિનાથના શાશ્વત સંયોગને પ્રાપ્ત થયા. મહાસતી રાજોમતી ચારસો વર્ષ ગ્રહસમાં રહ્યાં, એક વરસ છસ્થપણામાં રહ્યાં અને પાંચ વર્ષ કેલિપર્યાય પાળી મોક્ષે ગયાં. ' ' ' '
નેમિનાથ પ્રભુને સાધુ સાધ્વી આદિ પરિવાર
અહંન શ્રી નેમિનાથ પ્રભુને અઢાર ગણુ અને અઢાર ગણ રે હતા, વરદત્ત આદિ અઢાર હજાર સાધુઓ હતા, યક્ષિણી