________________
સપ્તમ વ્યાખ્યાન,
૩૩૭ સુવર્ણાદિ સર્વ પ્રકારનું ધન યાચકને વહેંચી, સઘળાઓને સંતુષ્ટ કરી દીક્ષા લેવા નીકળ્યા.
- દીક્ષાને સમય અને સ્થળ વર્ષાકાળના પહેલા મહીનામાં, વર્ષાકાળના બીજા પખવાડીયામાં શ્રાવણ માસના શુકલ પખવાડીયાની છઠ્ઠની તિથિને વિષે, પુનકાલ સમયે, ઉત્તરકુરા નામની પાલખીમાં રત્નજડિત સુવર્ણના સિંહાસન ઉપર વિરાજી, દે, મનુષ્ય, અસુર તથા મંગલપાઠકે, ભાટ-ચારણે, સ્વજને અને કુલના વડિલ પુરૂ
થી પરિવરી, દ્વારિકા નગરીના મધ્ય ભાગમાંથી નીકળી, રેવતક નામના ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં અશોક નામના વૃક્ષની નીચે પાલખી ઉતરાવી, નીચે ઉતરી, પિતાની મેળે જ પોતાનાં આભરણ, માળા, અલંકારો વિગેરે ઉતારી નાખ્યા અને પોતાની મેળેજ પંચમુષ્ટિ લેચ કર્યો. તે પછી નિર્જલા છઠ્ઠને તપ કરી, ચિત્રા નક્ષત્રમાં ચન્દ્રમાને યોગ પ્રાપ્ત થતાં, એક દેવદુષ્ય વા ગ્રહણ કરીને એક હજાર પુરૂષોની સાથે, દ્રવ્ય અને ભાવથી મુંડ થઈ, ગૃહવાસથી નીકળી દીક્ષા લઈ ચાલી નીકળ્યા.
અહંન શ્રી અરિષ્ટનેમિ દીક્ષા લીધા પછી ચોપન અહોરાત્ર સુધી કાયાને સરાવીને રહ્યા. (અહીં પૂર્વે શ્રી મહાવીર સ્વામીના સંબંધમાં આવેલા પાઠ પ્રમાણે સર્વ કહેવું.) પંચાવનમાં દિવસની મધ્યમાં વર્તતા શ્રી અરિષ્ટનેમિ પ્રભુને, વર્ષાકાલના ત્રીજા મહીનામાં, વષાકાલના પાંચમા પખવાડીયામાં–આ માસના કૃણ પખવાડીયામાં, અમાસને દિવસે (ગુજરાતી ભાદરવા વદિ અમાસે) પાછલા પહોરે ગિરનાર પર્વતના શિખર ઉપર વેતસ નામના વૃક્ષ નીચે, જળરહિત અઠ્ઠમના તપ વિષે, ચિત્રા