SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ર શ્રી ક૯પસૂત્ર निज्झरणनीरपाणं अरण्णतण भक्खणं च वणवासो अम्हाण निरचराहाण, जीवियं रक्ख रक्ख पहो ।। ' અર્થાત–હે પ્રભુ! અમે ઝરણાનું પાણી પીને જીવીએ છીએ, જંગલના ઘાસનું ભક્ષણ કરી પેટ ભરીએ છીએ, અને વનમાંજ પડયા રહીએ છીએ. અમારા જેવા નિરપરાધી પ્રાણએનું રક્ષણ તમારે જ કરવું ઘટે. એવી રીતે સઘળા પશુપ્રાણીઓએ પિતપોતાની અવ્યક્ત વાણમાં પ્રભુને પ્રાર્થના કરી. પ્રભુએ પશુના રક્ષકને કહ્યું“હે પશુરક્ષક! આ પશુ પ્રાણુઓને છેડી દ્યો, છોડી દ્યો; કારણ કે હું વિવાહ કરવા નથી માગતે.” તેમની આજ્ઞા થતાં જ પશુના પહેરગીરે સે જીને છોડી દીધાં, સારથી એ પણ રથ પાછો વા- ન્ય. અહિં કવિ કહે છે કે – हेतुरिन्दोः कलङ्गे यो विरहे रामसीतयोः કે મે રાનીમતી ત્યારે કુરઃ સત્યમેવ : ' અર્થાત-ચન્દ્રમાં કલંક લગાડનાર પણ હરણ, રામ અને સીતાને વિગ કરાવવામાં પણ હરણ (કુરંગ) અને રાજીમતી તથા નેમિનાથને છુટા પાડનાર પણ કરંગ જ; રંગમાં ભંગ પાડનાર કુરંગ એ નામ ખરેખર સાર્થક જ છે ! માતાનાં મનામણું નેમિકુમારને પાછા વળતાં જોઈ, સમુદ્રવિજય, શિવાદેવી વિગેરે સ્વજને તુરતજ રથ પાસે પહોંચી ગયા અને તેમણે રથને અટકાવી, આંખમાં આંસુ આણું કહ્યું –“ જનનીવલ્લભ વત્સ ! હું તને પ્રાર્થના કરીને કહું છું કે તું કોઈ પણ રીતે વિવાહ કર અને મને પુત્રવધુનું મો જોવાનું સદ્ભાગ્યે આપ ! હે પુત્ર ! મારી લાંબા વખતની આશા ફલીભૂત કર.”
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy