SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર૦ શ્રી કલ્પસૂત્રમને રથ સંપૂર્ણ કર.” પ્રભુએ જવાબ આપે કે –“માતાજી ! યોગ્ય કન્યા પ્રાપ્ત થતાં હું વિવાહ કરીશ.” જે કે પ્રભુ પોતે તો જૈતુરહિત હતા છતાં એકવાર મિત્રોની પ્રેરણાથી, કેવળ ક્રિડાની ખાતરકૃષ્ણ વાસુદેવની આયુધશાળામાં જઈ ચડયા. ત્યાં કેતુક જોવાની ઉત્સુકતાવાળા કેટલાક મિત્રોની વિનતિથી શ્રી નેમિકુમારે કૃષ્ણને ચકને આંગળીના ટેરવા ઉપર રાખી, કુંભારના ચાકડાની પેઠે ફેરવવા માંડયું. શાર્ક નામનું ધનુષ્ય કમળના નાળચાની પેઠે વાંકુ વાળી દીધું અને કૅમુદિકી નામની ગદા લાકડીની પેઠે ઉપાડી ખભા ઉપર મૂકી દીધી. પાંચજન્ય નામને શંખ તે એવા જોરથી ફેંકયે કે હેટા હેટા ગજેન્દ્રો બંધનતંભને ઉખેડી નાખી, સાંકળે તેડી–ફેડી, ઘરની પંકિતને ભાંગતા-તેડતા નાસાનાસ કરવા લાગ્યા, કૃષ્ણના ઘડાઓ પણ ખીલા તેડીને આમતેમ દેડવા લાગ્યા, આખું શહેર જાણે હેરૂ થઈ ગયું હોય એવો ભાસ થવા લાગ્યા, નગરજને ત્રાસથી થરથરવા લાગ્યાં અને શસ્ત્રશાલાના રક્ષક તો બિચારા મરવા પડયા હોય એવા થઈ ગયા. કૃષ્ણનું ચિત્ત પણ એ શંખધ્વનિ સાંભળતા જ શંકા અને ભયના હિંદોળે ચડયું. તેને લાગ્યું કે –“જરૂર, મારે કઈ મહા વેરી અથવા પ્રતિસ્પધી ઉત્પન્ન થયે. તે સિવાય આમ ન બને.” તે તત્કાળ પોતાની આયુધશાળામાં આવ્યા. પિતાના ભુજબળની સાથે તુલના કરવાના ઈરાદાથી કૃષ્ણ નેમિકુમારને કહ્યું:–“બંધુ, ચાલો આપણે આપણા બાહુબ ની પરીક્ષા કરી જોઈએ.” નેમિકુમારે નિ:શંકપણે એ આહાન સ્વીકાર્યું અને બન્ને જણા મલના અખાડામાં આવ્યા. - નેમિકુમારનું હૃદય પ્રથમથી જ કોમળ હતું. તેમને વિચાર થયે કે “જે હું છાતીથી, ભુજાથી કે ચરણથી કૃષ્ણને દબાવીશ
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy