________________
સપ્તમ વ્યાખ્યાન.
૩૧૫ તેના પ્રત્યે પ્રસન્નતા નહીં અને કમઠે ઉપસર્ગ કર્યો તે પણ તેના પ્રત્યે ક્રોધ નહીં! અમર્ષ સહિત વરસતા મેઘમાલીને ધરણે છે પિતાના અવધિજ્ઞાનથી જોયે અને ધમકાવ્યું. તેણે કમઠને કહ્યું: “અરે દુર્મતિ ! પ્રભુને નુકશાન કરવાને બદલે ઉલટો તું પોતેજ તારૂં બગાડી રહ્યો છે તેનું તને કંઈ ભાન છે? આ પરમ કૃપાળુ પુરૂષે જ મને કાષ્ટમાં બળતે ઉગારી. નવકારમંત્ર સંભળાવી ઈન્દ્રપદને અધિકારી બનાવ્યું અને તને પણ મહાપાપમાંથી બચાવી લીધો. એવા ઉપકારી પ્રત્યે પણ તું શા સારૂ નિષ્કારણ શત્રુતા ધરાવી રહ્યા છે? પ્રભુને બૂડાડવા જતાં તું પોતેજ ભવસાગરમાં બુડી રહ્યો છે તેને કંઈક તો વિચાર કર.” ધર
ન્દ્રનાં આવાં વચન સાંભળી, ભયભીત બનેલો મેઘમાલી તત્કાળ સર્વ જળ સંહરી લઈ પ્રભુના ચરણમાં નમી પડ્યો અને અંજલિ જેડી, પિતાના અપરાધ ખમાવી સ્વસ્થાને ચાલ્યો ગયો. ધરણેન્દ્ર પણ નાટક વિગેરેથી પ્રભુપૂજા કરી પિતાને સ્થાને ગયે. એ રીતે દેવાદિએ કરેલા ઉપસર્ગો પ્રભુએ નિર્ભયપણે સહી લીધા.
- અણગાર અને અહીંના
એવી રીતના ઉપસર્ગો હેવાથી શ્રી પાર્શ્વનાથ ભગવાન અને ણગાર થયા. તેમણે હાલવા-ચાલવામાં કઈપણ જીવની વિરાધના ન થાય તેવી ઈર્યાસમિતિ પાળી, તેવી જ રીતે ભાષાસમિતિ, એષણસમિતિ, મનગુપ્તિ, વચનગુપ્તિ, અને કાયગુપ્તિ પણ બરાબર પાળી, નવવાઓવાળું યત્નપૂર્વક બ્રહ્મચર્ય પાળ્યું. અંતર બાહા શાંતિ અને સર્વત્ર સમાનદ્રષ્ટિ રાખી તેઓ વિચારવા લાગ્યા. એ રીતે અનુપમ જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિ અસાધારણ ગુણે વડે પોતાના આત્માને ભાવતા, પ્રભુને ગ્યાસી દિવસ વીતી ગયા. ચોરાશીમા દિવસને વિશે, ગ્રીષ્મકાળના પહેલા મહિનામાં ગ્રીષ્મકાળના પહેલા પખવાડીયામાં એટલે કે ચૈત્રમાસના કૃષ્ણ