SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ १४ . શ્રી કલ્પસૂત્ર કોઈ એક તાપસના આશ્રમમાં આવી ચડ્યા. ત્યાં રાત્રિને વિષે એક કૂવાની નજીકમાં જ વડવૃક્ષ નીચે પ્રતિમા સ્થાને સ્થિર થયા. પેલે કમઠ નામને તાપસ, કે જે મરીને, મેઘમાલી નામને દેવ થયા હતા તેણે આ અવસરે પ્રભુને ધ્યાનમગ્ન થયેલા જોયા. જોતાંની સાથે જ તેને પોતાના પૂર્વભવનું વેર યાદ આવ્યું, અને પ્રભુને ઉપદ્રવ કરવા તૈયાર થયે. પ્રથમ તેણે સિંહ, વિંછી, સર્પ વિગેરે પ્રકારના જુદાં જુદાં રૂપવિમુવી, ત્રાસ આપવાની અજમાયશ કરી જોઈ પણ પ્રભુ તેનાથી લેશમાત્ર પણ ક્ષોભ ન પામ્યા. પ્રભુની દ્રઢતા જોઈ તેને કોઇ ક્રમે ક્રમે ઉગ્ર સ્વરૂપ ધારણ કરવા લાગ્યો. તેણે આકાશમાં કાળરાત્રિ જે ભયંકર મેઘ વિકર્યો. યમદેવની જીહા જેવી વિજળીએ ચારે દિશામાં ચમકાવવા માંડી, અને બ્રહ્માંડને ચીરી નાખે એવી ઘેર ગર્જનાઓ કરી. કલ્પાંત કાળના મેથની પેઠે વરસાદ વરસાવવા લાગ્યા. આકાશ અને પૃથ્વી પણ જળમય જેવાં બની ગયાં. પૂરવેગથી વહેતા જળપ્રવાહમાં મોટાં મોટાં વૃક્ષે પણ ઉખડી પડી તણાવા લાગ્યાં. પણીને જેસબંધ પ્રવાહ પ્રભુના ઘુંટણ પર્યન્ત પહોંચ્યા, ક્ષણવારમાં પ્રભુની કેડ સુધી પાણી પહોંચ્યું અને જોતજોતામાં કઠની ઉપર વટ થઈ નાસિકાના અગ્રભાગ સુધી પાણી ફરી વળ્યું. છતાં પ્રભુ તે અચળ અને અડગજ રહ્યા. એ અવસરે ધરણેન્દ્રનું આસન કંપ્યું. તેણે અવધિજ્ઞાનનો ઉપગ મૂકી જોયું તે પરમ ઉપકારી ભગવંતને ભયંકર ઉપદ્રવ થતે જોવામાં આવ્યા. તત્કાળ ધરણું પિતાની પટ્ટરાણીઓ સહિત પ્રભુ પાસે આવ્યા અને પ્રભુને ભક્તિભાવભર્યો નમસ્કાર કરી, પ્રભુના ચરણ નીચે કમળ સ્થાપન કરી, તેમના મસ્તક ઉપર ફઓ રૂપી છત્ર ધરી રાખ્યું. છતાં ખુબી એ હતી કે પેલા મેઘમાલી અને ધરણેન્દ્ર પ્રત્યે પ્રભુ તે સમભાવમયજ રહ્યા. ધરણે છે તેમની ભક્તિ કરી તે પણ
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy