________________
સપ્તમ વ્યાખ્યાન
શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ચરિત્ર હવે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ વાચનાએ કરીને શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ચરિત્ર કહેવામાં આવે છે
હવે તે કાળ અને તે સમયને વિષે પુરૂષપ્રધાન શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં પાંચે કલ્યાણક વિશાખા નક્ષત્રમાં થયાં. (૧) પ્રભુ વિશાખા નક્ષત્રમાં દેવલોકથી ચવ્યા અને માતાના ગર્ભમાં ઉત્પન્ન થયા. (૨) વિશાખા નક્ષત્રમાં જ પ્રભુનો જન્મ થયે. ( ૩ ) વિશાખા નક્ષત્રમાં જ પ્રભુએ દ્રવ્ય તથા ભાવથી મુંડ થઈને-ઘરબાર ત્યજીને દીક્ષા ગ્રહણ કરી. ( ૪ ) વિશાખા નક્ષત્રમાં જ તેઓ અનંત, અનુપમ, નિર્વાઘાત, નિરાવરણ અને સઘળા પર્યાય સહિત સર્વ વસ્તુને જણાવનારું, સઘળા અવયથી સંપૂર્ણ પ્રધાન કેવળજ્ઞાન તથા કેવળદર્શન પામ્યા. ( ૫ ) વિશાખા નક્ષત્રમાં જ તેઓ મેક્ષે ગયા.
તે કાળે અને તે સમયે પુરૂષપ્રધાન અર્હન શ્રી પાર્શ્વ નાથ, ગ્રીષ્મકાળના પહેલા માસમાં, ગ્રીષ્મ કાળના પહેલા પખવાડીયામાં–અર્થાતુ ચૈત્ર માસના (ગુજરાતી ફાગણ માસ ) કૃષ્ણ પખવાડીયામાં, ચેથની રાત્રિને વિષે, વિશ સાગરોપમની સ્થિતિવાળા પ્રાકૃત નામના દશમા દેવકથી આંતરા વિના ચવીને, આ જ જબુદ્ધીપ નામના દ્વીપને વિષે, ભરતક્ષેત્રમાં વારાણસી નામની નગરીને વિષે, અશ્વસેન નામના રાજાની વામાદેવી નામની પટરાણુની કુખને વિષે, મધ્યરાત્રીએ વિશાખા નક્ષત્રમાં ચન્દ્રને વેગ પ્રાપ્ત થતાં, દેવ સંબંધી આહાર, ભવ અને શરીરને ત્યાગ કરી, ગર્ભપણે ઉત્પન્ન થયા.