________________
ગમ વ્યાખ્યાન.
૨૬૫
R
વસ્તુના આંતરી પડી જાય, અથવા તે તે વસ્તુઓના અભાવ થાય, કિવા બીજા પદાર્થોમાં મન ચાલ્યું જાય, ઇત્યાદિ કોઈ પણ કારણથી આત્માના ઉપયાગ તે વસ્તુથી હડી જાય અને બીજા પદાર્થમાં ઉપયોગ પ્રવર્તે ત્યારે પહેલાં જે ઘટ-પટાદિ પદાર્થ જ્ઞેયપણે હતા તે જ્ઞેયપણે રહેતા નથી, પણ બીજા જે પદાર્થીને વિષે ઉપયાગ પ્રત્યે હાય તે પદાર્થો જ્ઞેયપણે પ્રાસ થાય છે. આવી રીતે જ્યારે તે ઘટ-પટાદિ જ્ઞેયપણે રહેતા નથી, ત્યારે આત્મા પણ આ ઘડી છે, આ વજ્ર છે” ઇત્યાદિ પ્રકારના ઉપયાગ રૂપે રહેતા નથી, પણ બીજા જ પટ્ટાના ઉપયાગ રૂપે પરિણમે છે; અથવા તે। સામાન્ય સ્વરૂપે રહે છે—અર્થાત્ પૂર્વના ઉપયોગરૂપે નથી રહેતા. તેથીજ વેદવાક્યમાં કહ્યુ` છે કે 7 મેચમજ્ઞાન્તિ ” પૂર્વના ઉપયાગરૂપ સંજ્ઞા રહેતી નથી.
<
66
આત્માના ત્રણ સ્વભાવ છે. જે પદાર્થનું વિજ્ઞાન પ્રવતું ઢાય તે વિજ્ઞાનપર્યાયરૂપે આત્મા ઉત્પન્ન થાય છે, તે સમયે પહેલાંના પદાર્થોના વિજ્ઞાનપર્યાય નાશ પામેલા હોવાથી તે પહેલાંના વિજ્ઞાનપર્યાયરૂપે આત્મા વિનશ્વરરૂપ છે અને અનાદિકાળથી પ્રવર્તેલી વિજ્ઞાનસંતતિ વડે દ્રવ્યપણે આત્મા અવિનશ્વર રૂપ છે. આ રીતે પર્યાયરૂપે આત્મા ઉત્પત્તિ અને વિનાશ રૂપે છે. જ્યારે દ્રવ્યરૂપે તા નિત્ય જ છે.
વળી હું ગૌતમ ઇન્દ્રભૂતિ ! પ્રત્યક્ષથી પણ આત્માની સિદ્ધિ થાય છે. તને ઘટ પટ વિગેરેનુ જે જ્ઞાન સ્ફુરે છે તે જ્ઞાન જ આત્મા છે. કેમકે જ્ઞાન માત્માથી કથચિત્ અભિન્નહાવાથી આત્મસ્વરૂપજ છે. જ્ઞાન દરેકને પેાતાના અનુભવથી સિદ્ધ હાવાથી પ્રત્યક્ષ છે. અને જો જ્ઞાન પ્રત્યક્ષ છે તેા પછી અભિન્ન આત્મા પણ પ્રત્યક્ષ જ છે એમ કેમ ન કહેઃથાય? વળી ૮ ‘હું મેલ્યા, હું એવું છું, હું બેલોશ ”