________________
૨૬૨.
શ્રી કસૂત્ર
ઉપ્ત થાય છે. પણ આત્માને માનનારાઓ, જ્ઞાનના આ ધારરૂપ જે આત્મા નામના પદાર્થને માને છે તે આત્મા જેવી કઈ વસ્તુ નથી. કારણ કે પાંચ ભૂતામાંથી જ્ઞાન. ઉસન્ન થાય છે તેથી જ્ઞાનના આધારરૂપ એ પાંચ ભૂતાને જ માનવા જોઈએ. જેમ મદિરાના અંગમાંથી એક પ્રકારની મદશક્તિ ઉસન્ન થાય છે તેમ શરીરરૂપે પરિણમેલા પાંચ ભૂતેમાંથી જ્ઞાનશકિત ઉન્ન થાય છે. આવી રીતે શરીરરૂપે પરિણમેલા પાંચ ભતેમાંથી વિજ્ઞાનને સમુદાય ઉન્ન થઈને, પછી જ્યારે શરીરરૂપે પરિણમેલા તે પાંચ ભૂતને વિનાશ થાય છે ત્યારે તે વિજ્ઞાનને સમુદાય પણ પાણીના પરપોટાની પેઠે તે ભૂતેમાંજ લય પામી જાય છે. એ રીતે જીવ નામને સ્વતંત્ર પદાર્થ નથી અને તેથી પરલોક પણ નથી, તેમજ પુનર્જન્મ પણ નથી. મૂળ આત્મા જ ન હોય તે પછી પરલેક કેને માટે?
હે ઈન્દ્રભૂતિ ! વળી વિશેષમાં તું એમ માને છે કે ઉપર પ્રમાણેને વેદવાક્યને અર્થ યુકિતથી પણ ઠીક લાગે છે. કેમકે પ્રત્યક્ષ પ્રમાણથી તે આત્મા ઓળખાતો નથી. તે દેખવામાં પણ નથી આવતે તેમ સ્પશદિ અનુભવથી પણ નથી જણાતો. તેથી આત્મા છે તેની સાબીતી શી ? જે આત્મા વસ્તુતઃ હોય તે ઘડા અને વસ્ત્રની જેમ પ્રત્યક્ષ કેમ ન દેખાય? જો કે પર માણુઓ તે દષ્ટિમાં નથી આવતાં તેમ સ્પર્શાદિથી પણ નથી અનુભવાતાં, છતાં તેઓ જ્યારે ઘડા કે વસ્ત્ર રૂપે-કાર્ય રૂપે પરિણમે છે ત્યારે તે જરૂર પ્રત્યક્ષ થાય છે. આત્મા તેવા કાર્ય રૂપે પણ પરિણમેલે પ્રત્યક્ષ જણાને નથી. અનુમાનથી પણ આત્માની સિદ્ધિ થઈ શકતી નથી. કેમકે અનુમાન પ્રત્યક્ષપૂર્વક પ્રવર્તે છે. ઉદાહરણ તરીકે, જેણે પહેલાં એક વાર પણ રસોડા જેવા સ્થળમાં ધુમાડો અને અગ્નિ સંબંધ નજરોનજર જો