SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ આગમના “ઉવગ્યાય નિત્તી” નામના પ્રકરણમાં છ નિહોનું વર્ણન આવે છે, અને તેજ વર્ણન સંવત ૧૧૭૯ (નવકરહર) માં રચાએલી દેવે ન્દગણિની ઉતરાધ્યયનસૂત્રની ટીકામાં બહુ વિસ્તારપૂર્વક પુન: આપવામાં આવ્યું છે. આ બન્ને ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે અવ્યક્ત નામને ત્રીજો નિહમત વીરનિર્વાણ પછી ૨૧૪ મે વર્ષે આષાઢ નામના આચાર્યના શિષ્યોએ ચલાવ્યો હતો. રાજગૃહના મૌર્ય રાજા બલભદ્રજેને આવશ્યકસૂત્રમાં “મુરિયબલભદ” અને ઉત્તરાધ્યયનમાં “મોરિયવંસપસુઓ' તરીકે લખેલો છે--તેણે આ નિહવ મત પ્રવર્તકેને પાછી સન્માર્ગે (જૈનમતમાં) વાળ્યા હતા. ગાથાઓ પ્રમાણે જે મૌર્યવંશની ઉત્પત્તિ વીર સંવત ૨૧૫માં થઈ હોય તે તે વંશની એક શાખા વિ. સં. ૨૧૪ માં રાજગૃહમાં રાજ્ય કરતી હોય તે કેમ સંભવી શકે? પણ જે આપણે હેમચંદ્રના કથન અનુસાર મૌર્યવંશ, નિર્વાણ પછી ૧૫૫ વર્ષે શરૂ થયે તેમ સ્વીકારી છે તેમાં કંઈ અસંભવિતતા આવતી નથી. અને આમ માનવાથી નિર્વાણની નિશ્ચિત કરેલી તારીખ પણ સાચી ઠરે છે. નીચેની ચર્ચા ઉપરથી પણ આપણે એજ નિર્ણય ઉપર આવીએ છીએ. દરેક સ્થવિરાવલીમાં વર્ણવ્યા પ્રમાણે સ્થૂલભદ્રના મહાગિરિ અને સુસ્તી નામના બે શિષ્યો હતા. હવે સ્થૂલભદ્ર તો સઘળા લેખકના મતે વીરનિર્વાણ પછી ૨૧૫ વર્ષે સ્વર્ગસ્થ થયા હતા. મેરૂતુંગના લખ્યા પ્રમાણે મહાગિરિ વિ. ની પછી ૨૪૫ માં મૃત્યુ પામ્યા હતા અને તેમની પછી સુહસ્તી યુગપ્રધાન બન્યા હતા. તેમણે અશકના પૌત્ર અને ઉત્તરાધિકારી સંપ્રતિને જૈનધર્મનો ઉપાસક બનાવ્યા હતા. અશેક ચન્દ્રગુપ્તના અભિષેક પછી ૯૪ વર્ષે ગુજરી ગયા હતા (બુદ્ધ નિર્વાણ પછી ૧૬ર વર્ષે ચંદ્રગુપ્તનો અભિષેક. ૧૬૯૪=૨૫૬ અશોક મૃત્યુ.) ગાથા પ્રમાણે સંપ્રતિનું રાજ્ય મહાવીર નિર્વાણ પછી ૩૦૯ વર્ષે (૨૧૫+૯૪) શરૂ થયું અને હેમચંદ્રના કથનાનુસાર ૨૪૯ વર્ષે (૧૫૫+૯૪). હવે આપણે ગણત્રી કરીને જોઈએ છીએ તો આમાં હેમચંદ્રની હકિકતજ ખરી હોય તેમ જણાય છે. કારણ કે સંપ્રતિ અને સુહસ્તી (જે ૨૪૫ માં યુગપ્રધાન બન્યા) ૧ આ ટીકા શાત્યાચાર્યની ટીકામાંથી ઉધત કરવામાં આવી છે. મૂળ સૂત્રનું અર્થબોધન તે કર્તાનું પોતાનું કરેલું છે, અને તેમાં જોવામાં આવતી ઘણી કથાઓ શબ્દેશબ્દ શાત્યાચાર્યની ટીકામાંથી ઉતારેલી છે.
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy