________________
શ્રી કલ્પસૂત્ર
નરલ હોવાથી સારવારથી
કર્મરૂપી શત્રુઓને હણવાને હાથીના જેવા શૂરવીર; સ્વીકારેલા મહા વ્રતના ભારને વહન કરવામાં સમર્થ હોવાથી વૃષભના જેવા પરાક્રમવાળા; પરિષહાદિ રૂપ પશુઓ વડે પરાજય ન પામતા હાવાથી સિંહની જેમ દુધર્ષ સ્વીકારેલા તપ-સંયમમાં દઢ રહેવાથી અને ઉપસર્ગો રૂપી વાયરા વડે ચલાયમાન નહીં થતા હોવાથી મેરૂ પર્વતની જેમ નિશ્ચલ; હર્ષ અને વિષાદનાં કારણે પ્રાપ્ત થવા છતાં વિકાર રહિત સ્વભાવવાળા હોવાથી સાગરની પેઠે ગંભીર; પરને શાંતિ પમાડવાના મનના પરિણામવાળા હેવાથી ચન્દ્રમાં પેઠે સમ્ય લેશ્યાવાળા દ્રવ્યથી શરીરની કાંતિ વડે અને ભાવથી જ્ઞાન વડે ઝળહળતા તેજવાળા હોવાથી સૂર્યની પેઠે દેદીપ્યમાન તેજવાળા; સુવર્ણ નિર્મળ થયે જેવું તેજસ્વી દેખાય, તેવા જ પ્રભુ પણ કમેલ દૂર થવાને લીધે અતિ તેજસ્વી; શીત, ઉષ્ણ વિગેરે અનુકૂળ અને પ્રતિકૂળ સર્વ સ્પર્શને સહન કરનારા હોવાથી, પૃથ્વીની પેઠે સહનશીલ; ઘી વિગેરેથી અત્યંત દીપ્ત થયેલા અગ્નિની પેઠે, જ્ઞાનરૂપ તેમજ તપરૂપ તેજ વડે દેદીપ્યમાન; એ પ્રકારે ઉપમાઓના આધારે પ્રભુના નિરૂપલેષપણાનાં વિશેષણે અવધારવાં. પ્રતિબંધનું સ્વરૂપ-મહાવીર પ્રભુની અપ્રતિબંધતા
ભગવંતને કોઈ પણ પદાર્થમાં પ્રતિબંધ નથી. પ્રતિબંધન ચાર પ્રકારના છે:– ૧ ) દ્રવ્ય (૨) ક્ષેત્ર (૩) કાળ અને (૪) ભાવ.
(૧) દ્રવ્યથી આશ્રીને સ્ત્રી વિગેરે સચિત્ત અને આભૂષણ વિગેરે અચિત્ત. આભૂષણ પહેરેલ સ્ત્રી વિગેરે મિશ્ર. આ પ્રમાણે સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રામાં, પ્રભુને “આ દ્રવ્ય મારાં છે” ઈત્યાદિ રૂપે સંસારને બંધકરનાર આશારૂપ પ્રતિબંધનથી.
(૨) ક્ષેત્રને આશ્રીને ગામમાં, નગરમાં, અરયમાં, ખેતરમાં,