SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ આધારરૂપ બને છે. ઉપરોક્ત ગાથાઓના અનુસાર મૌર્યવંશના રાજ્યના પ્રારંભથી તે વિક્રમ સંવતના પ્રારંભ સુધી વ્યતીત થયેલી વર્ષસંખ્યા. ૨૫૫ થાય છે. અર્થાત ૪+૧૩+૪+૬+૩ ૦+૧૦૮. આમાં વિક્રમ સંવત અને બ્રીસ્તિ સનની શરૂઆતની વચ્ચેના ૫૭ વર્ષ ઉમેરવાથી ચન્દ્રગુપ્તના અભિષેકને કાળ ઈ. સ. પૂર્વે ૩૧૨ વર્ષે આવે છે. આ રીતે ગ્રીક પ્રમાણે દ્વારા મળી આવતી તારીખ સાથે આ તારીખની એક્તા થઈ જાય છે અને તેથી એ પણ સિદ્ધ થઈ જાય છે કે ત્રીજી ગાથાઓમાં જણાવેલો વિક્રમ(?) તે ઈ. સ. પૂર્વે ૫૭ વર્ષમાં શરૂ થએલા સંવતયુગના સંસ્થાપકને વાચક છે, નહીં કે ઇ. સ. ૭૮માં શરૂ થતા શકયુગના પ્રવર્તકને નામદર્શક. જો આમ ન માનીએ તો ચંદ્રગુપ્તના અભિષેકને કાળ ઈ. સ. પૂર્વે ૧૭૭ વર્ષે આવે. ૬૦ વર્ષનું પાલકનું રાજ્ય અને ૧૫૫ વર્ષોનું નવનબ્દોનું શાસન બને મળીને કુલ ૨૧૫ વર્ષપ્રમાણ ચન્દ્રગુપ્ત અને નિર્વાણુ વચ્ચેનો કાળ છે. હવે ઇ.સપૂર્વેના ૩૧૨ વર્ષોમાં, આ ૨૧૫ ઉમેરવાથી, આપણે ઇ. સ. પૂર્વે પર૭ મા વર્ષને મહાવીર નિર્વાણના નામાંક્તિ કાળ તરીકે પ્રાપ્ત કરી શકીએ છીએ. આ કાળ, અને સીલેનની કાળગણના અનુસાર બુદ્ધનું નિર્વાણ, જે ઈસ. પૂર્વે ૫૪૩ મા વર્ષમાં થયું હતું, તેની વચ્ચે માત્ર ૧૬ વર્ષને જ તફાવત રહે છે. - મહાવીરનિર્વાણ અને ચન્દ્રગુપ્તના અભિષેક વચ્ચેના કાળના સંબધ માં બીજી પણ એક ગણના છે, જે હેમચન્દ્રના પરિશિષ્ટ પર્વમાં મળી આવે છે. એ ગ્રન્થના, ૮ મા સર્ગના, ૩૪૧ માં શ્લોકમાં લખેલું છે કે ૧ હું નીચેની બાબત ઉપર ધ્યાન ખેચું છું કે ચંદ્રગુપ્તના અભિષેકને આ કાળ તે સેલ્યુસીડનના સનની આરંભ સાથે બંધબેસતો આવે છે. મિ. એડવર્ડ 214124 Hari ( Records of the Gupta Dynasty in India p. 17, 18. ) સેલ્યુસિડનસને લાંબા વખત સુધી ઉત્તર હિંદુસ્થાનમાં પતાનું સ્થાન ટકાવી રાખ્યું હતું; અને પછીની રાજવંશાવળીની કાળગણનાત્મક નોંધ ઉપર ઘણી અસર કરી હતી. મિ. ટેમસના સિદ્ધાંતની સત્યતા જે પ્રત્યક્ષ પ્રમાણથી સાબીત થાય તે ચન્દ્રગુપ્તના અભિષેકની જૈન તારીખ, જે લગભગ સાચી છે, તેમાં સહજ ગુંચવાડે ઉભી કરતી આ હક્તિને સહેલાઈથી ખુલાસે આપી શકાય.
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy