________________
પછમ વ્યાખ્યાન.
ગશાળાને ચોર માની પકડ્યા અને તેમને યોગ્ય સજા કરવા પોતાના ભાઈ–મેઘને સોંપ્યા. મેઘ પ્રથમ સિદ્ધાર્થ રાજાને નાકર હતું. તેથી તેણે પ્રભુને પીછાણ્યા, અને પિતાના ભાઈએ કરેલા. અવિનયને ખમાવી પ્રભુને તથા ગોશાળાને પણ માનપૂર્વક છોડી દીધા. લાટ દેશમાં પ્રભુને પ્રવેશ–ઉપસર્ગોની પરંપરા
કલંબુકા સન્નિવેશથી વિહાર કરી શ્રી મહાવીર પ્રભુ કિલષ્ટ કર્મોની નિર્જરા કરવા માટે લાટ દેશમાં આવ્યા. લાટ દેશનાં નિવાસીઓ ઘણું ક્રૂર સ્વભાવના હતાં. પ્રભુ ઉપર તેમણે ઘોર ઉપસર્ગો કર્યા. પરંતુ પરિણામે પ્રભુને તો એકાંત લાભ જ થયે– એ ઉપસર્ગો શાંતિથી વેદી લઈ તેમણે ઘણાં કર્મ ખપાવ્યાં.
નંદિષણસૂરિનું વૃત્તાન્ત લાટદેશમાં વિચરતા પ્રભુ અનુક્રમે પૂર્ણકલશ નામના એક અનાર્ય ગામ તરફ એકવાર જતા હતા. માર્ગમાં બે ચાર મળ્યા. તેમણે પ્રભુના દર્શનથી ભારે અપશુકન થયું માન્યું. તેથી તેઓ તરવાર ઉગામી પ્રભુને હણવા દોડયા. એટલામાં ઇદ્ર અવધિજ્ઞાનને ઉપગ મૂકી જોયું તો પેલા બે હત્યારા તેની દ્રષ્ટિએ પડ્યા. ઇંદ્ર તત્કાળ પોતાનું વજી વાપરી પેલા હત્યારાઓને હણી નાખ્યા. ત્યાંથી વિહાર કરી પ્રભુ ભદ્રિકાપુરી પધાર્યા. ત્યાં તેઓ પાંચમું ચોમાસું રહ્યા અને માસી તપ કર્યો. માસી તપનું પારણું નગર બહાર કરીને તેઓ અનુક્રમે તંબાલ નામના ગામે ગયા. અહીંયા પાર્શ્વનાથ પ્રભુના સંતાનનીય નંદિષેણ નામના બહુશ્રત વૃદ્ધ આચાર્ય ઘણુ શિષ્યના પરિવાર સાથે આવીને રહ્યા હતા. ગોશાળાએ પહેલાં જેમ મુનિચંદ્રસૂરિના શિષ્યને તિરસ્કાર અને ઉપહાસ કર્યો હતે તેમ આ આચાર્યના શિષ્યોને પણ તેણે પોતાના સ્વભાવ પ્રમાણે