SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. શ્રી કલ્પસૂત્ર આવી સમૃદ્ધિ થઈ જાય, એ ખરેખર! તેમને મહાન પુણ્યપ્રભાવજ સૂચવે છે. મારે હવે આ ચિત્રપટનું પાખંડ કયાં સુધી વેંઢારવું? હું એ પ્રભાવી મહાપુરૂષને એક શિષ્ય જ બનો જઉં તે તેમને પ્રતાપે કંઈ અડચણ ન વેઠવી પડે.” એટલામાં પ્રભુ પારણું કરીને પાછા તે શાળામાં આવી કાયોત્સર્ગ કરીને રહ્યા. તે વારે શાળે નમીને બે કે –“ભગવન! આજ સુધી અજ્ઞાનને લીધે હું આપને મહ૬ પ્રભાવ ન સમજી શક્યા, પણ હવે હું જાણું શક્ય છું કે આપ કંઈ જેવા તેવા પુરૂષ નથી. આજથી હું આપને શિષ્ય થઈ આપની સાથે જ રહીશ અને આપનું શરણુ જ હંમેશા સ્વીકારીશ.” પ્રભુ તે મન જ રહ્યા. ગોશાળ ગમે ત્યાં ભિક્ષા માગી આજીવિકા ચલાવતે, અને પિતાને પ્રભુને શિષ્ય માનવા લાગે. પ્રભુને બીજા માસક્ષપણનું પારણું નંદ નામના શેઠે પકવાન્નાદિ વડે કરાવ્યું. ત્રીજા માસક્ષપણનું પારણું સુનંદ નામના શેઠે પરમાન્નાદિ વડે કરાવ્યું. ચોથું માસક્ષપણ સ્વીકારીને પ્રભુ કાર્તિક શુદિ પૂર્ણિમાએ વિહાર કરીને કેલ્લાક સન્નિવેશમાં પધાર્યા. ત્યાં પ્રભુને ચેથા માસક્ષપણનું પારણું બહુલ નામના બ્રાહ્મણે દૂધપાક વહેરાવી કરાવ્યું. તે વખતે દેવોએ અદશ્યમાં રહી તેના દાનની સ્તુતિ કરી પાંચ દિવ્ય પ્રકટ કર્યા. પ્રભુએ જ્યારે રાજગૃહથી વિહાર કર્યો ત્યારે ગોશાળ ભિક્ષા માટે બહાર ગયે હતે. તે ભિક્ષા લઈ પાછો આવે અને જોયું તો શાળવીના મકાનમાં પ્રભુ ન મળે. આખા નગરમાં તે શોધી વળે. પણ પ્રભુને પત્તા ન લાગે. છેવટે તેણે પોતાનાં બધાં ઉપકરણ બ્રાહ્મણને આપી દીધાં અને દાઢી, મૂછ તથા મસ્તક બેડાવી ફરતા ફરતા કલ્લાક ગામમાં આવ્યો. ત્યાં પ્રભુને જોઈ બેલી ઉઠયે કે –પ્રભુ! અત્યારસુધી હું
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy