SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ક૯પસૂત્ર બનાવી રવાના કર્યો. પુષ્પને ધાર્યા કરતાં અધિક લાભ મળેલ હેવાથી તેના આનંદને અવધિન રહ્યો. તે ખુબ ખુશી થત પિતાને ઘેર ગયે અને પ્રભુ પણ અન્ય સ્થળે વિહાર કરી ગયા. અનુકૂળ પ્રતિકૂળ પરીષહો દીક્ષા લીધા પછી બાર બાર વરસથી અધિક કાળ પર્યત, હંમેશને માટે જેમણે કાયાની સારસંભાળ લેવાનું તદ્દન બંધ કર્યું છે, અથવા જેમણે કાયા સરાવી દીધી છે અને પરીષહે સહન કરી કરીને જેમણે શારીરની મમતાને છેક ત્યાગ કર્યો છે, એવા શ્રમણ ભગવાન મહાવીરે તમામ પ્રકારના ઉપસર્ગો સહન કર્યો. દેવેએ, મનુષ્યએ અને તિર્યોએ પણ તેમની પર ઉપસર્ગનાખ્યા. દેવ-દેવીઓએ નાટકે દેખાડી, દેવીઓ અને સ્ત્રીઓએ આલીંગન આપી,ભેગની પ્રાર્થના કરી, અનુકૂળ (અનુલેમ) ઉપસર્ગો કર્યા, દેવ અને મનુષ્યવિગેરેએ ભય બતાવી, પ્રહાર કરી વિવિધ પ્રકારના પ્રતિકૂળ ઉપસર્ગ આચર્યો. છતાં એ બન્ને પ્રકારના ઉપસર્ગો, પ્રભુએ સભ્યપણે નિર્ભયપણે સહન કર્યા. તેમણે ક્રોધને કે દીનતાને પોતાની પાસે ફરકવા પણ ન દીધાં, કાયાની નિશ્ચળતા પણ આખર સુધી ડગવા ન પામી. શૂલપાણિ યક્ષને ત્રાસદાયક ઉપદ્રવ ધનદેવ નામને એક વૈશ્ય એકવાર પાંચસો ગાડી ભરીને નદી ઉતરતે હતે. નદીમાં ઘણે કીચ્ચડ હોવાથી બધી ગાડીઓ કિચ્ચડમાં ખુંતી ગઈ. ગાડીએ જોડાએલા બળદેએ ઘણું બળ કર્યું પણ ગાડીઓ કેમે કરતાં બહાર ન નીકળી. એ સર્વ બળદેમાં એક બળદ ઘણેજ બળવાન, ઉત્સાહી અને પાણી વાળે હતું. તેણે પોતાના માલિકની કૃતજ્ઞતા હૃદયમાં રાખી, દરેક ગાડીની ડાબી ધંસરીએ જોડાઈ, એક પછી એક એમ પાંચ
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy