________________
૧૯૪
શ્રી કલપસત્રસ્થાને તે જોવા સિવાય પ્રભુને બીજે કંઈ ઉદ્દેશ સંભવ નથી. કેટલાક કહે છે કે અનાયાસે જ પ્રભુથી પાછું જોઈ જવાયું. કેટલાક તે એમ પણ કહે છે કે મારા શિષ્યોને વસ્ત્ર–પાત્ર સુલભ થશે કે દુર્લભ તેને નિર્ણય કરવા પૂરતું જ પ્રભુએ દષ્ટિપાત કર્યો હતો. વૃદ્ધ આચાર્યો એ અભિપ્રાય ધરાવે છે કે, તે પડી ગયેલા વસ્ત્ર ઉપરથી પિતાનું શાસન કેવું થશે તે વિચારવા તેમણે પાછું વાળીને જોયેલું. વસ્ત્ર કાંટામાં ભરાઈ ગયેલું જોયું તે ઉપરથી પ્રભુએ નિર્ણય કર્યો કે પિતાનું શાસન ઘણું કટકવાળું થશે. પ્રભુ નિર્લોભી હોવાથી, પડી ગયેલ વસ્ત્રભાગ તેમણે પાછો ન લીધો. પણ પ્રભુના પિતા-સિદ્ધાર્થ રાજાને મિત્ર સામનામને બ્રાહ્મણ, જે એક વર્ષથી તે વસા માટે, તેમની પાછળ ભમતે હતે, તેણે તે ઉપાડી લીધું અને ત્યાંથી ચાલ્યો ગયો.
એ પ્રમાણે ભગવતે વસ્ત્ર ધર્મ પ્રરૂપવા માટે એક વરસ અને એક મહિનાથી કંઈક અધિક સમય સુધી વસ્ત્ર સ્વીકાર્યું અને સપાત્ર ધર્મ સ્થાપવા માટે પ્રથમ પારણું પાત્ર વડે કર્યું ત્યારપછી જીંદગી સુધી તેઓ અલક અને કરપાત્ર રહ્યા. અલક એટલે વસ્ત્રરહિત અને કરપાત્ર એટલે હાથરૂપી જ પાત્રવાળા.
સામુદ્રિકની શંકા, ઇંદ્ર કરેલું સમાધાન - વિહાર દરમિયાન ભગવાન એકવાર ગંગા નદીના કિનારે આવ્યા. ત્યાં ચાલતાં ઝીણી માટીના કાદવમાં પ્રભુના પડેલાં પગલાંની પંક્તિને વિષે ચક્ર, વજ, અંકુશ વિગેરે ઉત્તમ લક્ષ
ને પ્રતિબિંબિત થયેલાં જોઈ પુષ્પ નામને એક સામુહિક (તિષી) વિચારવા લાગે કે –“ખરેખર, આ રસ્તેથી કેઈ ચક્રવર્તિ એકલા ચાલ્યા જાય છે. મને જે તેમની સેવા કરવાને લાભ મળે તે હું પણ ન્યાલ થઈ જઉં.” એમ ચિંતવી તે પગ