SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ८ xXIII; p. 595, sqq જોવાની ભલામણ કરૂં છું. આ થેાડીક હકીકતા ઉપરથી સમજી શકાય છે, કે ભાષાનુ અમુક રૂપ જૈન સાહિત્યની પ્રાચીનતાની વિરૂદ્ધમાં દલીલ તરીકે રજુ કરી શકાય તેમ નથી, અને જ્યારે આમ છે . તેા પછી તેવી દલીલને જૈનધર્મને બધથી અર્વાચીન સ્થાપિત કરવામાં પ્રમાણુ તરીકે તા લેવાય જ કેમ ? આપણે વળી જાણીએ છીએ કે જૈન સાહિત્યનેા ચૌદપૂર્વના નામે ઓળખાતા એક ભાગ તા નષ્ટ થઇ ગયા છે; અને તે કઇ ભાષામાં રચાએલા હતા તે આપણે ખીલકુલ જાણતા નથી.* 6 ' " " " આપણે ઉપર જોયુ તે પ્રમાણે જેનાનાં પવિત્ર સૂત્રેા બિમ્નિસાર અને અજાતશત્રુના સમયને મહાવીરના જીવનસમય તરીકે બતાવે છે. હવે જૈનધર્માં તે પુરાતન કાલમાં હતા કે નહી તેની ઐતિહાસિક દૃષ્ટિએ શેાધ કરવાની જરૂર છે. સૂત્રેામાં જૈન યતિએ માટે બહુ પ્રચલિત શબ્દ · નિગ્ન થ’ અને સાધ્વીઓ માટે · નિગ્નથી ' મળી આવે છે. વરાહમિહિર અને હેમચંદ્ર તેમને ‘ નિથ ’ કહે છે. શંકર, આનંદગિરિ ઇત્યાદિ લેખા તેને અબ્દુલે - વિવસન મુક્તાંબર ’ એવા પર્યાયાર્થિ ક શબ્દો વાપરે છે. વળી એ પણ ધ્યાનમાં રાખવું જોઇએ કે પ્રાચીન શબ્દ · આર્યંત ' અને ત્યાર પછીતા અર્વાચીન શબ્દ ‘ જૈન ’ એ બન્ને, સરખી રીતે જૈનસાધુ તથા શ્રાવક ઉભયને લાગુ પડે છે. બૌદ્ધ શ્રમણાથી ભિન્ન એવા ધાર્મિક પુરૂષો માટે વપરાતા · નિંથ ' શબ્દ ‘ નિગણ્ડ ' રૂપમાં અશાકની આજ્ઞામાં નજરે પડે છે, અને ડા॰ ખુલ્લરે ( Dr. Buhler ) ‘ અશાકની નવી ત્રણ આજ્ઞાએ ' (Three new edicts of Asoka p. 6 ) વાળા લેખના છઠ્ઠા પૃષ્ઠમાં તે શબ્દને જૈનશબ્દ ‘ નિગ્રંથ ' તરીકે અત્યારે આગમચજ સાખીત કરી દીધા છે. બૌદ્ધોના પિટકામાં નિગણ્યોને યુદ્ધ અને તેના અનુયાયીઓના પ્રતિપક્ષી તરીકે જણાવ્યાના ઉલ્લેખ મળી આવે છે. ( See Childers Pali Dietionary, S. V. Nigantha, " * કેટલાક અલ્પ પ્રાચીન જૈન ગ્રંથમાં ઉલ્લેખ કરેલા લેવામાં આવે છે કે ચૈાદપૂર્વાની રચના સંસ્કૃત ભાષામાં થએલી હતી. 1. જેકામીની જનમાં તે વખતે એ ઉલ્લેખા નહીં આવ્યા હોય.
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy