SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ સામે થવાનુ હતુ, જો આપણે યુદ્ધના સમયના છ તૈર્થિક મતાચાર્યાંના સિદ્ધાન્તાનું વર્ણન વાંચીશું ( જે વન યોદ્ધોના સામજકલસુત્તમાં આપેલ છે, ) તા આપણને જણાશે કે તે સર્વે અપ યા બહુ અશે, તે વખતના સુધારકા હતા. તે બધાથી યુદ્ધની જે વિશેષતા હતી તે તેમની પ્રતિભાને લઈનેજ હતી. યુદ્ધની માફક મહાવીર પણ એક બીજા સુધારક હતા અને તેઓ પેાતાના સ્વતંત્ર મત સ્થાપવાને સફળ થયા હતા; એમ જો આપણે માનીએ તા તેમાં યુક્તિરહિતતા કે અસ ંભવિતતા જેવુ જણાતુ નથી. આ વિચારને હું ઐતિહાસક સત્ય તરીકે સ્થાપિત કરવા દલીલા રજુ કરૂં તેની પહેલાં મારે બૌદ્ધધર્મની પૂર્વકાલિકતાના હિમાયતિઓએ રજુ કરેલી એ વિરૂદ્ધ યુક્તિઓનું નિરાકરણ કરવું જોઇએ. પ્રથમ જો હું ભુલતા ન હાઉ તેા હેમિલ્ટન યુક્રેનન ( Hamilton Buchanan ) ના કથનના આધારે એમ મનાય છે કે જૈન જ્ઞાતિ વ્યવસ્થા સ્વીકારે છે અને આ માન્યતાના પાયા ઉપર જૈનધર્મોની ઉત્પત્તિના સબંધમાં એવી કલ્પના ઉભી કરવામાં આવી છે, કે જ્યારે બ્રાહ્માએ બૌદ્યોને ત્રાસ આપવા માંડયા ત્યારે તેઓએ પેાતાના ધર્માંધ પ્રતિસ્પર્ધીઓની સાથે સમાધાન કરવા અર્થ જ્ઞાતિ વ્યવસ્થાને સ્વીકાર કર્યાં. કારણ કે જો તેમણે એટલું નમતુ મુકયુ ન હેાત, તે। બ્રાહ્મણાએ તે પાખંડમતને સર્વથા દાખી દીધા હાત. આ વિચારમાંથી એવી કલ્પના જન્મી કે આ રીતે ક્ષીણ થતા બૌધ જ જૈનધર્મીના રૂપમાં પિરવર્તિત થયા. આ કલ્પનાના આ સ્થળે હું ઉહાપાહ કરવા માગતા નથી. માત્ર એટલુ જ જણાવીશ કે તે કલ્પનાના હું અસ્વીકાર કરૂ છુ. જૈનધર્મીમાં તિ અને શ્રાવક નામના મેજ વિભાગ છે. અને જો કદાચિત્ હિંદુસ્થાનના કાઇ કાઈ ભાગમાં ના લેાકવ્યવહારમાં જ્ઞાતિભેદ સ્વીકારતા હોય તે। તે પ્રમાણે તેા દક્ષિણ હિંદુસ્થાનના પ્રાસ્તિ અને મુસલમાનેા તથા સિલેાનના બૌદ્ધો પણ સ્વીકારે છે. આ બાબતને ધર્મની સાથે કઇ સબંધ નથી. આ જ્ઞાતિભેદો તા માત્ર સામાજિક ભેદો છે અને તે ભારતવાસીઓનાં મગજમાં એટલા તેા ઉંડા જડ. ઘાલીને બેઠેલા છે કે તેમને ધાર્મિક સુધારકના શબ્દો ખીલકુલ ખસેડી શકે તેમ નથી. ઔધના લેખામાં અનેક ઠેકાણે બ્રાહ્મણાના
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy