________________
બનાવ્યા હતા કપાત થઈ.
૧૫૪
શ્રી કલ્યસત્રપ્રકારની ઓષધીઓ મંગાવી લીધી. આલિયોગિક એ પ્રભુને સ્નાન કરાવવા માટે સર્વ કળશે, ક્ષીરસમુદ્રાદિના જળથી ભરીને તૈયાર રાખ્યા હતા. દેના વક્ષ:સ્થળ પાસે રહેલા, તીર્થના જળથી ભરેલા કળશ એવા શોભતા હતા કે જાણે દેવોએ સંસાર સમુદ્રને તરી જવા માટે ઘડા ધારણ કર્યા હાયની ?' જાણે ભાવરૂપ વૃક્ષને સિંચતા હોય અથવા પોતાને મેલ ધોઈ નાખતા હોય, અથવા ધર્મપ્રસાદ ઉપર કલશ સ્થાપતા હાય. તેવા તે દેવો શોભી રહ્યા. શક્રેન્દ્રની શંકા અને પ્રભુના સામર્થ્યને પરિચય
જેના હૃદયમાં ભક્તિભાવ ઉભરાતું હોય તેના હૃદયમાં કે મળતા પણ હોય. અને એ ભક્તિભાવ તથા કમળતા ઘણુંવાર ખોટી શંકા ઉભી કરે છે. આ અવસરે ઈન્દ્રને શંકા ઉદ્ભવી કે – “લઘુ શરીરવાળા પ્રભુ આટલે બધે જળનો ભાર શી રીતે સહન કરી શકશે?” ઈન્દ્રને આ સંશય દૂર કરવા પ્રભુએ પોતાના ડાબા પગના અંગુઠાને અગ્રભાગ મેરૂ પર્વતને સહેજ દબાવ્યું. એટલામાં તે પ્રભુના અતુલબળથી આખો મેરૂ પર્વત કંપી ઉઠ્યો, પર્વતના શિખરે ચિતરફથી પડવા લાગ્યાં, પર્વત અને પૃથ્વી પણ સહસા ધ્રુજી ઉઠી, સમુદ્રો ખળભળ્યા, બ્રહ્માંડ કુટી. જાય એવા ભયાનક શબ્દ થવા લાગ્યા અને દેવે પણ ભયવિહલ બની ગયા. ઈન્દ્રને પિતાને પણ ક્રોધ ચડયે કે –“અરે ! આ પવિત્ર શાંતિક્રિયા સમયે આ ઉત્પાત કેણે આદર્યો?” તેણે. અવધિજ્ઞાનથી જોયું તે આ ઉત્પાતમાં પોતાની શંકા અને " પ્રભુના પરાક્રમની લીલા જ કારણભૂત જણાયાં.
ઈન્ડે પ્રભુને અતિ વિનયથી કહ્યું કે –“હે નાથ ! આપનું અસાધારણ માહાસ્ય મારા જે સાધારણ પ્રાણી શી રીતે જાણું શકે ? મેં તીર્થકરનું અનંતબળ જાયા વિના જ, આપના