________________
પંચમ વ્યાખ્યાન.
૧૫૧
રના વાહન ઉપર સ્વાર થઈ ચાલી નીકળ્યા. તે વખતે જૂદી જૂદી જાતના વાજીંત્રા, ઘટાનાદ અને દૈવાના કાળાહળથી આખું બ્રહ્માંડ શબ્દમય બની ગયું. સિંહ પર સ્વારી કરનાર, પાસેના હાથીવાળા દેવને કહે છે કે... તારા હાથી જરા દૂર હઠાવી લે, નહિંતર મારા આ માન્મત્ત કેસરી તારા હાથીને મારી નાખશે. ’ એવી રીતે પાડાની સ્વારી કરનાર, ઘેાડેસ્વારને ગરૂડની સ્વારી કરનાર સર્પના સ્વારને, અને ચિત્રાની સ્વારી કરનાર અકરાના સ્વારને પેાતાનું વાહન તારવવા આદરપૂર્વક કહેવા લાગ્યા. દેવાના કરાડા વિમાના અને વિવિધ પ્રકારના વાહનાને લીધે વિશાળ જ્યેામના માર્ગ પણ આજે સાંકડા થઈ પડયા. કેટલાક દેવા તે આવા સંકડાશવાળા માર્ગોમાં મિત્રાને ત્યજી ચતુરાઈથી પાતપાતાના વાહનને આગળ કરી ચાલતા થયા. એવી રીતે સ્પર્ધાસ્પીથી આગળ ચાલતા દેવેાને તેમના મિત્રા કહેવા લાગ્યા કે:—“ મિત્ર, આમ ઉતાવળ શા સારૂ કરે છે ? હું પણ તારી સાથેજ આવું છું ! ” આગળ નીકળી ગયેલ દેવ જવામ આપવા લાગ્યા કે:— આવેા અવસર કોઇ મહા પુણ્યયેાગના પ્રતાપે જ પ્રાપ્ત થાય છે. આવે પ્રસગે તા જે કાઈ પહેલાં પહેાંચી જઈ પ્રભુનાં દર્શન કરે તે મહાભાગ્યશાળી ગણાય. બીજે કાઇ વખતે હું તારા સંગાથ ન છેાડુ, પણ આજે તે મારાથી ન થાણાય. ” એમ મિત્રની રાહ જોયા વિના જ આગળ
ચાલવા લાગ્યા.
જેમના વાહન વેગવાળા અને બળવાન હતા તેઓ તે બધા કરતાં સપાટામ ધ આગળ નીકળી ગયા. પણ જેઓ નિળ હતા અને સ્ખલના પામતા હતા તેઓ કંટાળીને કહેવા લાગ્યા કે:“ અરેરે ! શું કરીએ ? આજે તે આવડું મ્હાટુ આકાશ પણ અમારે માટે સાંકડું થઈ પડયું છે ! ” બીજા દેવા તેમને