________________
૧૪૮
શ્રી કલ્પસૂત્રBણા અને (૧૬) બલાહિકા નામની આઠ દિકુમારીઓએ ઉર્વલોકમાંથી આવી પ્રભુને તથા પ્રભુની માતાને નમન કરી સુગધી જળ તથા પુષ્પોની વૃષ્ટિ કરી. (૧૭) નંદા (૧૮) ઉત્તરાનંદા (૧૯) આનંદા (૨૦) નંદિવર્ધના (૨૧) વિજય (૨૨) વૈજયંતી (૨૩) જયંતી અને (૨૪) અપરાજિતા નામની આઠ દિઠુમારીઓએ પૂર્વ દિશા તરફના રૂચક પર્વતમાંથી આવીને મુખ જોવા માટે આગળ દર્પણ ધર્યું. (૨૫) સમાહારા (૨૬) સુખદત્તા (ર૭) સુપ્રબુદ્ધા (૨૮) યશોધરા (૨૯) લક્ષમીવતી (૩૦) શેષવતી (૩૧) ચિત્રગુપ્તા અને (૩૨) વસુંધરા નામની આઠ દિલ્ફમારીઓ દક્ષિણદિશાના રૂચક પર્વતથી આવી સ્નાન માટે જળથી ભરેલા કળશે લઈ ગીતગાના કરવા લાગી. (૩૩) ઈલાદેવી (૩૪) સુરાદેવી (૩૫) પૃથિવી (૩૬) પદ્મવતી (૩૭) એકનાસા (૩૮) નવમિકા (૩૯) ભદ્રા અને (૪૦) શીતા નામની આઠ કુમારીકાઓ પશ્ચિમ દિશાના રૂચક પર્વતથી આવી પ્રભુને તથા પ્રભુની માતાને પવન નાખવા માટે હાથમાં વીંઝણા લઈને ઉભી રહી. (૪૧).અલંબુસા (૪૨) મિનકેશી (૪૩) પુંડરિકા (૪૪) વારૂણી ( ૪૫ ) હાસા (૪૬) સર્વપ્રભા (૪૭) શ્રી અને (૪૮) હી નામની આઠ કુમારિકાઓ ઉત્તર દિશાના રૂચક પર્વત પરથી આવી ચામર વીંઝવા લાગી. (૪૯) ચિત્રા (૫) ચિત્રકનકા (૫૧) શહેરા અને (પર) વસુદામિની નામની ચાર કુમારિકાઓ રૂકપર્વતની વિદિશાઓમાંથી આવી, હાથમાં દીપક લઈ ઈશાન વિગેરે વિદિશાઓમાં ઉભી રહી, (૫૩) રૂપા (૫૪) રૂપાસિકા (૫૫) સુરૂપ અને (પદ) રૂપાવતી નામની ચાર દિકકુમારીએાએ રૂચકદ્વીપથી આવીને ભગવંતના નાળને ચાર અંગુળથી છેટે છેદી, ખોદેલા ખાડામાં