________________
ચતુર્થ વ્યાખ્યાન
૧૪૧
ગર્ભ પાલન વિષે વૈદ્યક વિધાન
અતિ ઠંડા, સ્મૃતિ ગરમ વિગેરે આહારી ગર્ભને હિતકારી નથી. કારણ કે તેમાં કેટલાક વાયુ કરનારા, પિત્ત કરનારા અને ક કરનારા હોય છે. વાગ્ભટ્ટ નામના વૈદ્યક ગ્રન્થમાં કહ્યુ છે કેઃ—ગર્ભવતી સ્ત્રી જે વાયુ કરનારા પદાર્થો ખાય તેા ગર્ભ ખુંધવાળા, આંધળા, જડબુદ્ધિવાળા, અને ઠીંગણુા થાય છે. પિત્ત કરનારા પદાર્થો ખાય તા ગર્ભ ટાલવાળા તથા પીળા વધુ વાળા થાય છે. કફ કરનારા પદાર્થો ખાવાથી ગર્ભ સફેદ કાઢવાળા, અથવા પાંડુરોગવાળા થાય છે. ગર્ભાવતી સ્ત્રી જો અતિ ખારા પદાર્થ ખાય તા ગર્ભના નેત્રને હરણ કરે છે, અતિ ઠંડા આહાર ગર્ભને વાયુના પ્રકાપ કરે છે, અતિ ગરમ પદાર્થ ગર્ભના બળને હેરે છે અને અતિશય વિષયસેવન ગર્ભ ના પ્રાણ હરે છે.
મૈથુનસેવન, પાલખી વિગેરે વાહનમાં બેસી મુસાફરી કરવી, ઘેાડા તથા ઉંટ વિગેરે ઉપર સ્વારી કરવી, ઘણું ચાલવું, ચાલતાં લચકાવું, પડી જવુ, દખાવું, પેટ મસળાવવું, અથવા પેટમાં પીડ આવવી, અતિ દેાડવુ, અથડાવુ, ઉંચું નીચુંસૂવુ, ઉંચી-નીચી જગ્યાએ બેસવુ, સાંકડા સ્થાનમાં બેસવું, ઉભડક બેસવુ, ઉપવાસ કરવા, વેગ–વિઘાત પામવા, અતિ લખા માહાર કરવા, અતિ કડવા પદાર્થો ખાવા, અતિ તીખી વસ્તુએ ખાવી, અતિશય ભાજન કરવું, અતિ રાગ કરવા, અતિ શાક કરવા, અતિ ખારા પદાર્થો વાપરવા, અતિશય ઝાડા થવા, ઉલટી થવી, જુલાબ લેવા, હીંચકા ખાવા, અજીણુ થવુ વિગેરે કારણેાથી ગર્ભને પીડા થાય છે, અને ગળી પણ જાય છે. ત્રિશલા ક્ષત્રિયાણીએ ઉપલા નિયમેનુ અરામર પાલન કર્યું.