________________
૧૩૪
શ્રી કલ્પસૂત્રતે અકસ્માત્ મૃત્યુ પામે. કાં તે તે ચવી ગયે અને કાં તે તે ગળી ગયે. એવી એવી અનેક શંકાઓ માતાના હદયમાં ઉદ્દભવી. મારે ગર્ભ પહેલાં જે કંપતે તે હવે કેમ બિલકુલ નિષ્કપ થઈ ગયે? એવા પ્રકારના વિચારોથી તેઓ ચિંતા અને શોકરૂપી સમુદ્રમાં તણાવા લાગ્યાં. હથેળી ઉપર મુખને ટેકવી, આર્તધ્યાનમાં ઉતરી પડ્યા. પગ પાસેની ભૂમિ તરફ નજર સ્થિર કરી તેઓ વિચારવા લાગ્યાં કે–
જે મારા ગર્ભનું કોઈપણ પ્રકારે અકુશળજ થયું હોય તે મારા જેવી કમનસીબ નારી આ જગમાં બીજી કેશુ? ભાગ્યહીન માણસને ઘેર ચિંતામણી રત્ન રહેતું નથી અને રત્નનાં નિધાન પણ દરિદ્રની સોબત કરતા નથી. મરૂપ્રાંતની દુર્ભાગી ભૂમિમાં તે વળી કલ્પવૃક્ષ કયાંથી હોય ? તૃષાતુર માણસે એવાં તે શાં પુણ્ય કર્યો હોય કે તેને તરતજ અમૃત સાંપડે?
અરેરે ! દેવ! તને આ શું સૂઝયું? મારૂં મને રથ રૂપી વૃક્ષ તેં સમૂળું કાં ઉખેડી નાખ્યું ? કુટીલ દેવે બે સરસ ઉજવલ નેત્ર આપીને બીજી જ ક્ષણે કાં ઝુંટવી લીધાં ? ધિક્કાર છેએક વાર નહીં પણ અનેકવાર ધિક્કાર છે તે દેવને, જેણે રત્નને ભંડાર આપીને પાછો તુરતજ લુંટી લીધો ! ખરેખર, જાણે પાપિષ્ટ દેવે મને મેરૂ પર્વત ઉપર ચડાવી, ટોચ ઉપરથી નીચે ફેંકી દીધી હોય એમ લાગે છે. મારી આગળ પીરસેલ ભેજનને થાળ નિર્લજજ દૈવે પડાવી લીધો !
અરે વિધાતા ! મેં આ ભવમાં કે પરભવમાં એવે તે શે અપરાધ કર્યો કે જેથી તને આવું દુષ્ટ કામ કરતાં જરાય વિચાર ન થયે? હવે શું કરું? કયાં જઉં ? કેની આગળ જઈ મારૂં રૂદન સંભળાવું? મારા જેવી ભેળી નારીને દેવ શા સારૂ બાળીને ભસ્મ કરતે હશે ?