________________
શ્રી કલ્પસત્રઆઠમું સ્વમસુવર્ણમય વજદંડ આઠમા સ્વપ્નમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ ઉત્તમ જાતિના સુવર્ણમય દંડ ઉપર ફરકતી ધજા જોઈ. તે ધજામાં લીલા, કાળા, લાલ, પીળા અને સફેદ વર્ણવાળા, રમણીય, સુકેમળ જથ્થાબંધ મોરપીંછ, વાયુના હિલ્લોલથી ફરફરતાં હતાં. એ મેરપીંછ જાણે કે અજના કેશ હેય એવાજ લાગતાં હતાં. મનુષ્યના મસ્તક ઉપર કેશ ચોટલો શોભે તેવી રીતે આ વિજ ઉપર કેશને બદલે મોરપીંછને ગુચ્છ શેતે હતા. ધ્વજ ખરેખર ઘણો સુંદર હતો. તેના ઉપલા ભાગમાં સ્ફટિકરલ, શંખ, અંકરત્ન, મચકુંદ પુષ્પ, પાણીનાં કણ અને રૂપાના કલશ જેવો શ્વેત એક સિંહ ચીતરેલો હતો. અને તે પણ પોતાના સ્વાભાવિક સંદર્ય વડે ઘણો રમણીય લાગતું હતું. વાયરાના તરંગને લીધે વજાની સાથે તેમાં રહેલો સિંહ પણ જાણે કે ઉછળી ઉછળીને આકાશતળને ફાડી નાખવા મથતો હોય તે ભાસ થતો હતે. આવી રીતે સુખકારક મંદ મંદ પવનને લીધે ચલાયમાન થતા, અતિશય મહેટા અને મનોહર રૂપવાળા વજને ત્રિશલા ક્ષત્રિયાણીએ આઠમા સ્વમમાં પ્રત્યક્ષ કર્યો.
નવમું સ્વમ-જળપૂર્ણ કુંભ નવમા સ્વમને વિષે ત્રિશલા ક્ષત્રિયાણી પાણીથી સંપૂર્ણ ભરેલો કુંભ નીરખે છે. તે કલશ અતિ ઉત્તમ પ્રકારના સુવર્ણ સમ અતિ નિર્મળ અને દીપ્તિમાન હતું. તેમાં સંપૂર્ણ જળ ભરેલું હોવાથી કલ્યાણને સૂચવતું હતું. તેની કાંતિ પ્રકાશતી હતી, તેની ચારે તરફ કમળનાં પુપ વીંટળાયેલાં હતાં, અને તેથી જાણે કે સઘળા પ્રકારના મંગળનું એક સંકેતસ્થાન હોય તે તે દીસતે હતે. ઉત્તમોત્તમ રસી વડે અતિશય શોભતા કમળ ઉપર તે સ્થ