________________
તિીય વ્યાખ્યાન હતી. એટલામાં પિતાના ચાર સ્વપ્ત જાણે ત્રિશલા ક્ષત્રિયાણ હરી જતી હોય એવો ભાસ થયે, તેથી તે એકદમ ઝબકી ઉઠી. - ત્રિશલા ક્ષત્રિયાણીની સ્થિતિ , ત્રિશલા ક્ષત્રિયાણીની કુખમાં પ્રભુના ગર્ભનું સંક્રમણ થયું તે વખતે-મધ્યરાત્રીએ તે પિતાની અવર્ણનીયશયામાં અપનિદ્રા કરતી હતી. એટલામાં તે મહાપુરૂષના અવતરણને સુચવ નારાં ચોદ મહાસ્વને જઈ જાગી ઉઠી.'
' ત્રિશલા દેવીનું શયનમંદિર - ત્રિશલાદેવી, તે રાત્રીએ, પિતાના અવર્ણનીય, અને પુણ્યશાળી તથા ભાગ્યશાળીને શોભે તેવા એક શયન મંદિરમાં સૂતાં હતાં. તે શયનમંદિરની સવ ભીંતને અંદરને ભાગ વિવિધ પ્રકારનાં ચિત્રથી રમણીય લાગતું હતું. બહારના ભાગમાં ચુનો લગાવેલો હોવાથી જાણે ચાંદની પથરાઈ હાય એવો ભાસ થતો હતો. દીવાલે, કોમળ અને ચીકણા પાષા
દિથી ઘુંટેલી હેવાથી, સઘળું સુંવાળું અને ચકચકિત લાગતું હતું. તળીયું પણ તેવું જ દેદીપ્યમાન હતું. ફળીયું સપાટ અને ચોતરફ જડેલાં મણી–રત્નથી ઝળહળી રહ્યું હતું. પાંચ વર્ણવાળા મણિઓની સુંદર ગોઠવણીથી સ્વસ્તિકની રચના કરવામાં આવી હતી અને તે પણ આંખને મને હર લાગતી હતી. સરસ અને સુગંધમય પંચવણ પુના સમુહ છેડે થોડે આંતરે સંસ્કારી રીતે ગોઠવવામાં આવ્યા હતા. કાળે અગરૂ, ઉંચી જાતને કિ, સેલારસ, દશાંગાદિ ધપ વિગેરે પદાર્થોની સુગંધીથી આખું શયનમંદિર હેક હેક થઈ રહ્યું હતું. સુગંધી દ્રવ્યોથી બનાવેલી ગુટિકા જેવી સુવાસિત લાગે તેવી રીતે આખું શયનમંદિર સુવાસથી ભર્યું ભર્યું લાગતું હતું.