________________
દ્વિતીય વ્યાખ્યાન.
વ્યાખ્ય
શકસ્તવ (ચાલુ) ધમવર ચાઉરંત ચવાણું-ધર્મને વિષે શ્રેણ– ચક્રવત્તી સમાન. ચક્રવતી જેવી રીતે પૃથ્વી ઉપર પિતાનો વિજય વર્તાવે, તેવી રીતે અરિહંત ભગવાન બીજા ધર્મ પ્રવર્તકને વિષે અતિશયવાળા હોવાથી ચકવરી સમાન છે. અથવા ધર્મરૂપી ઉત્તમ ચકવડે નરક વિગેરે ચાર ગતિને અંત કરનાર,
દી –બેટની પેઠે, સંસાર સમુદ્રમાં બૂડતા પ્રાણીઓને આધારભૂત.
તાણું–અનર્થોને નાશ કરી રક્ષણ કરનાર, સરણું–કર્મોના ઉપદ્રવથી ભય પામેલાઓને શરણરૂપ.
ગઈ–ગતિરૂપ, દુ:ખમાંથી બચવા જેને આશરે લેવાય તે ગતિ કહેવાય.
પછ–સંસારરૂપ કૂવામાં પડતા પ્રાણીઓના આધાર.
અપડિહય વરનાણું-દસણ ધરાણું–અખ્ખલિત કેવલજ્ઞાન અને કેવલદર્શનના ધારક.
વિયટ્ટ છઉમાણું-ઘાતિક અથવા સંસાર જેમનાથી નિવૃત્ત થયા છે એવા.
જિણુણું–રાગ દ્વેષને જીતનાર.
જાવયાણું–ઉપદેશ દ્વારા ભવ્ય પ્રાણીઓને રાગદ્વેષ છતાવનારા, તિજ્ઞાણું–ભવસમુદ્ર તરનાર. તારયાણુ—ભવ્ય પ્રાણીઓને તારનાર,