________________
પ્રથમ વ્યાખ્યાન.
વિજ્ઞાન પરિણમશે અને પછી જ્યારે અનુક્રમે વન અવસ્થાને પ્રાપ્ત થશે ત્યારે ઇન્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ એ ચાર વેદ, પાંચમું પુરાણુશાસ્ત્ર, છઠું નિઘંટુ શાસ્ત્ર-નામમાળા શાશ્વ વિગેરે શાસ્ત્રો અંગઉપાંગ તથા રહસ્ય સહિત શીખશે.” શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, તિષ અને નિરૂકિત એ છ અંગ કહેવાય છે અને તે અંગના વિસ્તારપૂર્વક અર્થ જણાવનાર ઉપાંગ કહેવાય છે. “વળી ચારે વેદને બરાબર સંભારી રાખશે, ચારે વેદમાં પારગામી થશે અને કોઈ અશુદ્ધ પાઠ ભણશે તો તેને વારશે, વેદના પાઠને શુદ્ધ રીતે ધારી રાખશે. વળી હે દેવાનુપ્રિયે, તે પુત્ર પૂર્વોક્ત છ અંગને વિચાર કરનારે થશે, ષષ્ઠિતંત્રમાં-- કપિલ સંબંધી સાંખ્ય શાસ્ત્રમાં વિશારદ થશે, લીલાવતી જેવા ગણિત શાસ્ત્રમાં પ્રવીણ થશે.” જેમકે એક સ્તંભને અર્ધો ભાગ પાણીમાં છે, બારમે ભાગ કાદવમાં છે, છઠ્ઠો ભાગ વેળમાં છે અને દોઢ હાથ બહાર દેખાય છે તે પછી તે આખો સ્તંભ કેટલા હાથને હશે ? આ પ્રશ્ન ગણિતશાસ્ત્રને છે અને તેને જાણકારજ જવાબ આપી શકે કે એ સ્તંભ છ હાથને છે. એવા સંખ્યાશાસ્ત્રમાં પણ તે પ્રવીણ થશે. “વળી તે આચાર સંબંધી ગ્રંથનો જાણકાર થશે, અક્ષરોના આમ્નાય ગ્રંથમાં તથા યજ્ઞ વિગેરેના વિધિ શાસ્ત્રોમાં નિપુણ થશે, વ્યાકરણ–શબ્દશાસ્ત્રમાં પંડિત થશે. છંદશાસ્ત્રમાં, નિરૂક્ત એટલે પદની વ્યુત્પત્તિરૂપ ટીકા વિગેરેમાં, જોતિષ- . શાસ્ત્ર અને બ્રાહ્મણે હિતકારી થાય એવા બીજા ઘણું શાસ્ત્રોમાં તે પુત્ર કુશળ થશે, તેમજ સંન્યાસ સંબંધી આચારશાસ્ત્રોમાં પણ તે અતિશય નિપુણ થશે.”
વ્યાકરણે કેટલાં અને કયા કયા? ઉપર વ્યાકરણ વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, વ્યાકરણ કેટલાં અને તેનાં શા શા નામ છે તે અહીં ટુંકામાં કહીએ છીએ,