SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ વક્રોક્તિજીવિત [૩-૧૧ બધા જ નિશ્ચત પદાર્થોને જોઈને તેમાં પ્રિયતમાના સામ્યને અધ્યારોપ અથવા તેના ધર્મને અધ્યારોપ કરે છે, જે ઉપમા કે રૂપક અલંકાર યોજ્યા વગર બીજી કઈ રીતે થઈ શકે એમ નથી, કારણ, એ અલંકારની વ્યાખ્યા જ એવી છે. અહીં કહેવાનો અર્થ એ છે કે અહીં નદી અને લતા એ પદાર્થો અલંકાય છે, અને ઉપમા અને રૂપક એ અલંકાર છે. હવે નદી અને લતા એ પદાર્થોને શૃંગાર રસ સાથે સંબંધ જોડાવાથી એ પદાર્થો રસવત છે. અને આ અલંકારો એના અલંકાર છે એટલે એમને રસવત અલંકાર માનવામાં દોષ નથી. આના જવાબમાં હવે સિદ્ધાંતી કહે છે કે – તમારી વાત સાચી છે. પણ રસવાન એ જે અલંકાર તે રસવદલ કાર એમ કર્મધારય સમાસ માનીએ તે અલંકાર શબ્દને પ્રાગ છેડી દઈ માત્ર રસવાન શબ્દને જ પ્રવેશ કરે જોઈએ. (રસવાન અલંકાર એમ કહેવામાં રસ ગૌણ બની જાય છે અને અલંકાર પ્રધાન બની જાય છે એ ઉચિત નથી. એટલે આ કાવ્યમાં રસવાન અલંકાર છે એમ કહેવાને બદલે આ કાવ્ય રસવાન છે એમ જ કહેવું જોઈએ.) અલંકાર રસવાન છે એવી પ્રતીતિ જે સ્વીકારીએ તે તે તર્કસંગત નથી (કારણું, એમાં અલંકારને અને રસને એકરૂપ માની લેવા પડે છે), અને રૂપકાદિ અલંકારોને પછી સ્થાન જ રહેતું નથી. જે રસવાન છે તેને અલંકાર, એમ ષષ્ઠીતપુરુષ સમાસ માનીએ તેયે સ્પષ્ટ સમન્વય સધાતું નથી. કારણ, જે કોઈ કાવ્ય છે તે રસવાન તે છે જ. એ રસવત્વને અતિશય સાધવા માટે તદ્વિદાલાદકારી કાવ્યની રચના કરવામાં આવે છે અને તેને અલંકાર ચડાવવામાં આવે છે. આમ, રસવત્ કાવ્યને અલંકાર તે રસવરલંકાર એમ જ સમજીએ તે રૂપકાદિ બધા જ અલંકાર પણ રસવત્ અલંકાર ગણાય. કારણ, તે અલંકાર પણ રસવત્ કાવ્યમાં જ જાયેલા હોય છે. અને દરેક અલંકાર રસના અતિ
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy