SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ प्रथमं परिशिष्टम् जं जीयं सोहिकरं संवेगपरायणेण दंतेण । एक्केण वि आइन्नं तेण उ जीएण ववहारो।।१९४ ।। શુદ્ધિ કરનારો એવો જે જીત વ્યવહાર છે તે સંવેગમાં પરાયણ અને જિતેન્દ્રિય એવા એક પણ સાધુ વડે આચરાયેલ હોય તો તે વ્યવહાર વડે આચરણ કરવું જોઈએ. ૧૯૪ आणाइ अवस॒तं जो उववूहिज्ज जिणवरिंदाणं । तित्थयरस्स सुयस्स य संघस्स य पञ्चणीओ सो ।।१९५।। શ્રી જિનેશ્વરોની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર અધમ પુરુષની જે કોઈ આત્મા પ્રશંસા કરે છે; તે આત્મા શ્રી તીર્થકરનો, શ્રત (આગમ)નો અને સંઘનો શત્રુ બને છે. ૧૯૫ किं वा देइ वराओ मणुओ सुट्ट वि धणी वि भत्तो वि । आणाइक्कमणं पुण तणुयंपि अणंतदुहहेऊ ।।१९६ ।। સારો ધનવાન એવો ભક્ત પણ હોય તે આપી આપીને બિચારો બીજું શું આપવાનો હતો ? કશું જ નહિ. પરંતુ શ્રી જિનાજ્ઞાનું અતિઅલ્પ માત્રામાં પણ ઉલ્લંઘન કરવામાં આવે, તો તેના પરિણામે અનંત દુઃખો આવીને ઉભા રહે છે. ૧૯૬ तम्हा सइ सामत्थे आणाभटुंमि नो खलु उवेहा । अणुकूलगेयरेहिं अणुसट्ठी होइ दायव्वा ।।१९७ ।। આજ્ઞાભ્રષ્ટ સાથેનો વ્યવહાર : તેથી સામર્થ્ય હોય તો આજ્ઞાથી ભ્રષ્ટ બનેલ પુરુષની ઉપેક્ષા કરવી યોગ્ય નથી માટે તેને અનુકૂળ-પ્રિય કે પ્રતિકૂળ-અપ્રિય વચનોથી હિતશિક્ષા આપવી જોઈએ. ૧૯૭ एवं पाएण जणा कालणुभावा इहं तु सब्वे वि । नो सुंदरत्ति तम्हा आणाजुत्तेसु पडिबंधो।।१९८ ।। આ પ્રમાણે દુષમકાળના પ્રભાવથી આ ભરતક્ષેત્રમાં રહેલા દરેકે દરેક સાધુ અને શ્રાવકો સારા હોય છે તેવું નથી, તેથી જે કોઈ શ્રી જિનાજ્ઞાને વફાદાર હોય, તેમના ઉપર જ બહુમાન ભાવ ધારણ કરવો. . ૧૯૮ इयरेसु वि य पओसो नो काययो भवढिई एसा । नवरं विवज्जणिज्जा विहिणा सय मग्गनिरएणं ।।१९९।। જે આત્માઓ જિનાજ્ઞાથી નિરપેક્ષ હોય, તેના ઉપર પણ દ્વેષ તો ન જ કરવો; કારણ કે સંસારનું સ્વરૂપ જ આવું વિષમ છે; માટે સન્માર્ગમાં સુસ્થિર બનેલા આત્માઓએ તો જિનાજ્ઞાથી નિરપેક્ષ બનેલા પુરુષોની સાથે વાર્તાલાપ વિગેરે સર્વ પ્રકારના વ્યવહારનો વિધિપૂર્વક ત્યાગ કરવો જોઈએ. ૧૯૯
SR No.023423
Book TitleDarshanshuddhi Prakaranam Aparnam Samyaktva Prakaranam
Original Sutra AuthorN/A
AuthorVijaykirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2013
Total Pages512
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy